Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

લાઠીમાં લગ્ન બાદ ૧૫ દિવસ સાથે રહી પરિણીતા ઘરમાંથી હાથફેરો કરી પલાયન

અમરેલી તા.૨૮: લાઠીમાં કરેીયાવાડ ઉપર આમલગીરી હોટલ પાસે રહેતા હસમુખ ઠાકરશીભાઇ મકવાણા નામના મિસ્ત્રી યુવાને ગોંડલના મોવૈયાની ગીતાબેન અરૂણભાઇ નિમાવત નામની યુવતી સાથે ૧૫ દિવસ પહેલા લગ્ન કયાંર્ હતા પરંતુ ગીતાબેન ઘરમાંથી રોકડ ૬૪૦૪૦ તથા સોનાના દાગીના તથા ટીવી લઇ એક ફોર વ્હિલર ચાલક સાથે નાસી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે વિશ્વાસઘાત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં મોબાઇલ ચોર ગેંગ ત્રાટકીઃ ત્રણ સ્થળેથી ચોરી

 અમરેલીના સુળીયે ટીંબે કંુકાવાવ જગાત નાકા પાસે રહેતા દેવકુબેન જગાભાઇ પરમારના ઘરમાંથી મોબાઇલ નં.૧ તથા રોકડ મળી કુલ કિ.રૂ. ૧૫૦૦૦ની જયારે અમરેલીના માર્કેટ યાર્ડ નજીક હીરકબાગ શોપીંગ સેન્ટરમાં દુકાન ચલાવતા હિમાંશુ ધનજીભાઇની દુકાનમાંથી વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦નો કોઇ ચોરી કરી, ત્રીજા બનાવમાં જિલ્લા પંચાયત રોડ ઉપર સરદાર શોપીંગ સેન્ટરમાં દુકાન ચલાવતા રસીકભાઇ વલ્લભભાઇ વસાવડાનો એમઆઇ રેડમી નોટ ૪ મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦નો કોઇ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ થવા પામી હતી.

લાઠીમાં નર્સના એક ઇન્જેકશને બાબર યુવાને પગ ગુમાવ્યો

 અમરેલી : લાઠીમાં ભીંગરાડ ગામે રહેતા અને મજુરી  કામ કરતા બાબર યુવાન દિનેશ લાલજીભાઇ ચુડાસમા (ઉ.વ.૩૭) ને શર્દી-ઉધરસની બિમારી થતા સરકારી દવાખાને ગયેલ ત્યા ફરજ પરના તબીબે નર્સ બહેનને ઇન્જેકશન આપવાનું કહેતા નર્સ બહેને જમણા પગે પીઠ પાસે નસમાં ઇન્જેકશન આપતા પગે લંગડાતો થઇ જતા ફરિયાદ લાઠી પોલીસમાં થવા પામી હતી.

(3:34 pm IST)