Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વઢવાણમાં સૌની યોજનાની પાઇપ તુટતા ખેતરોમાં પાણી ભરાયાઃ ખેડુતોને મુશ્કેલી

વઢવાણનાં વકતડી પાસે સૌની યોજનાની પાઇપલાઇન તુટતા ખેતરોમાં પાણી ભરાયાને વખતની તસ્વીર પસ્થર(તસ્વીરઃ ફારૂક ચૌહાણ, વઢવાણ)

વઢવાણ, તા.૨૮:  સુરેન્દ્રનગર જીલ્લા મા નિમ્ન વરસાદ થયો છે ત્યારે અવાર નવાર તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી રહી છે આવર નવાર કેનાલો મા ગાબડાં પડે છે કે સુરેન્દ્રનગર જીલ્લા માંથી પસાર થતી પાઇપ લાઇનમાં ભંગાણ પડે છે ત્યારે આ કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક હેકટર જમીન પાણી ના કેનાલ મા પડતાં ગાબડાં અને લીકેજ થતી પાઇપ લાઇન અને ભંગાણ ના કારણે ધોવાય જાય છે

 હજુ થોડા દિવસ પહેલા લખતર પાસે પસાર થતી અને ભલાડા પાસે થી પસાર થતી નર્મદા ની પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હતું ત્યારે આજે ફરી વકત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના વસ્તાડી પાસે પસાર થતી સૌની યોજના અંતર્ગત નાખવા મા આવેલી પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ થયો હતો. એટલું નહી

ખેડૂતો એ મહા મહેનતે ઉગાવેલ પાક પર પાણી ફરી વળતા વસતાડી મા ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને ખેડુતને પડયા પાર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો.

 સુરેન્દ્રનગરમાં ચોરી

સુરેન્દ્રનગર શહેરમાં તસ્કરોની રંજાડ વધતી જાય છે. બંધ દ્યરોને નીશાન બનાવ્યા બાદ હવે તો પરિવારના સભ્યો દ્યરમાં સુતા રહે છે અને તસ્કરો હાથ અજમાવી રહ્યા છે.સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલી શીવગંગા સોસાયટીમાં રહેતા દિગ્વીજયસિંહ ચંદ્રસિંહ ઝાલાનો પરિવાર તા. ૨૪ના રોજ રાત્રેસૂતો હતો. ત્યારે રાતના ૧થી સવારના ૫ના અરસામાં કોઇ શખ્સોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી માતાજીના કબાટમાં રાખેલો સોનાનો ઓમ અને ચાંદીના સીક્કા કિંમત રૂપિયા ૭૫૦૦ તથા કબાટના ખાનામાં પડેલા રૂપિયા ૧૨,૫૦૦ની ચોરી કરી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ વાય.આર.જોશી ચલાવી રહ્યા છે.

બાળારાજપરની યુવતિએ સાસરીયા પક્ષ સામે ફરિયાદ

વઢવાણાના બાળા રાજપરથી સંગીતાબેનના લગ્ન વિરમભાઇ દુધરેજીયા સાથેથયા હતા. પરંતુ ૮ વર્ષના લગ્નગાળા દરમિયાન સંગીતાબેને ચારિત્ર્ય અને કરીયાવર બાબતે સાસરિયાઓદ્વારા ત્રાસઆપી માર મારી કાઢીમૂકાતા બી-ડિવીઝન પોલીસમથકે સંગીતાબેને ફરિયાદનોંધાવી હતી. આથી પતિવિરમભાઈ દૂધરેજીયા, સસરાપોપટભાઈ હમીરભાઈ, જેઠાણીમીનાબેન પ્રવિણભાઈ, સાસુ શારદાબેન, જેઠ પ્રવિણભાઈ,દિયર પિન્ટુભાઈ અને દેરાણીદુર્ગાબેન પિન્ટુભાઈ સામે ગુનો દાખલ થતા વધુ તપાસ સુરેન્દ્રનગર મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)