Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પોરબંદરના બિલ્ડર યુસુફ નુરી અને સત્તાર મોલાના બન્નેના પુત્ર સહિત ૧૦ની પોલીસ દ્વારા ધરપકડ

મેમણવાડામાં જૂથ અથડામણ બાદ સલીમ સુર્યાના ઘર ઉપર હુમલો કરીને બારીના કાચ તોડી તથા વાહનોમાં તોડફોડ કરી નુકસાન કરેલ

પોરબંદર તા.૨૮: થોડા સમય પહેલા મેમણવાડામાં મુસ્લિમ સમાજના ર જૂથો વચ્ચે અથડામણ બાદ રાત્રીના સલીમ સુર્યાના ઘર ઉપર ટોળાએ હુમલો કરીને બારીના કાચ તથા વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યાના ગુન્હામાં પોલીસે બિલ્ડર યુસુફ નુરીના પુત્ર હામીદ યુસુફ પૂંજાણી અને સત્તાર મોૈલાનાના પુત્ર તોસીફ સત્તાર આમદાણી તેમજ સાજિદ અમીના, હાજી અબુ બકર મહમદ અમીન અલી મહોમદ, મહમદ સીબાન અબ્દુલ રસીદ, હુશેન ખાન, મહમદખાન, અબ્દુલ મદીરખાન, મુનાફ અબુ સુમરા તથા મહમદ કાસમખાન એમ કુલ દસ વ્યકિતઓની ધરપકડ કરી છે. સલીમ સુર્યાના ઘર ઉપર હુમલો કરી મકાન અને વાહનને નુકસાન કર્યાની કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ ગઇકાલે રાત્રે ૧૦ વ્યકિતઓની ધરપકડ કરાઇ છે.

(3:31 pm IST)