Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભાવનગર યુનિવર્સિટીને નેક દ્વારા 'સી' ગ્રેડ

યુજીસીની નેક કમિટીએ મૂલ્યાંકનની સાત કક્ષામા ગુણવત્તા તળીયે ? ઉચ્ચ શિક્ષણ જગતમાં ચિંતનની જરૂરત

રાજકોટ, તા. ૨૮ :. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું યુજીસીની નેક કમિટિ દ્વારા થયેલ મૂલ્યાંકનમાં 'સી' ગ્રેડ મળ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી અણઘડ વહીવટ માટે પંકાયેલી ભાવનગર યુનિ.ને નેકની ટીમે મૂલ્યાંકન કર્યા બાદ જાહેર કરેલા પરિણામમાં ૧.૬૫ સીજીપીએ સાથેનો 'સી' ગ્રેડ એનાયત કરતા યુનિવર્સિટીના શિક્ષણકારો અને યુનિ.ના હિતચિંતકો અને છાત્રોએ આંચકો અનુભવ્યો છે. ભાવનગર યુનિ.માં સાત મહત્વના માપદંડોના આધારે શૈક્ષણિક મૂલ્યાંકન કરવા માટે નેકની ટીમના સભ્યોએ ગત ઓગષ્ટમાં ભાવનગર યુનિ.ની મુલાકાતે આવ્યા હતા. નેકની ટીમના સભ્યોએ યુનિ.ના વિવિધ ડિપાર્ટમેન્ટોનું મૂલ્યાંકન કર્યુ હતું. તેઓએ એકેડેમિક અને એડમિનિસ્ટ્રેશન વિભાગનું પણ મૂલ્યાંકન કર્યુ હતું.

નેકની ટીમ પોતાના ઈન્સ્પેકશનમાં એકેડેમિક, રિઝલ્ટ એસેસમેન્ટ, રિસર્ચ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટુડન્ટ સપોર્ટ ઓફ યુનિ., હોસ્ટેલ્સ અને સુઝાવ, બેસ્ટ પ્રેકટીસના સાત ક્રાઈટેરીયાને આવરી લીધા હતા. સાત ક્રાઈટેરિયાના આધારે નેકની ટીમે મૂલ્યાંકન કરીને રવાના થઈ ગઈ હતી. બાદમાં લાંબા સમય બાદ મળેલી નેકની ૩૨મી સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં ગ્રેડશન જાહેર કરવામાં આવ્યા હતા.

(3:13 pm IST)