Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જામનગરમાં ભૂમાફીયા જયેશ પટેલના નાનાભાઇ ધર્મેશ પટેલ ઉપર જીવલેણ હુમલો

જામનગરમાં ભુમાફીયા જયેશ પટેલના ભાઇ ઉપર હૂમલો :.. જામનગર : ભુમાફીયા જયેશ પટેલના ભાઇ ધર્મેશ પટેલ ઉપર હૂમલો થતા દોડધામ મચી ગઇ હતી. અને રસ્તા ઉપર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

 જામનગર તા. ૨૮ : અહીં હીરજી મીસ્ત્રી રોડ ઉપર આવેલ પ્રણામી સ્કુલ પાસે આજે સવારના ૧૦–૩૦ વાગ્યાના સુમારે જામનગરના કુખ્યાત ભુ–માફીયા જયેશ રાણપરીયા (પટેલ) ના નાનાભાઈ ધર્મેશ ઉર્ફે ધમો રાણપરીયા (પટેલ) ઉપર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરતા આજ–બાજુના માણસો એકત્ર થઈ જતા હુમલાખોરો નાશી ગયેલ હતા. અને ધર્મેશને ૧૦૮ મારફતે જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. વિશ્વાસપાત્ર વર્તુળ માંથી જાણવા મળ્યુ છે કે, આ બનાવની પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

(3:30 pm IST)