Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સુરેન્દ્રનગર કલેકટરનો નવતર પ્રયોગ : જિલ્લાના ૬૫૦ ગામડાઓમાં રાત્રી બેઠક યોજી પ્રશ્નો ઉકેલશે

વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે જિલ્લાના ૬૫૦ ગામડાઓના નાના-મોટાઙ્ગ પ્રશ્નોના નિકાલ સ્થળઙ્ગ પર જ નિકાલ થાય તેવું આયોજન કર્યું છે. શ્રી કે.રાજેશે આ માટે જિલ્લાના અધિકારીઓ દર અઠવાડીયે એકવાર ગામડાની મુલાકાત લે અને રાત્રે રાત્રી બેઠક કરી ગ્રામજનોના પ્રશ્નો સાંભળશે અને હકારાત્મક નિકાલ થાય તે મુજબનું આયોજન કર્યું છે. જેમાં સૌથી પ્રથમ જિલ્લાના છેવાડે આવેલા ગામોની મુલાકાત અધિકારીઓ લેશે.

આ વ્યવસ્થાથી જે લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને વ્યકતિગત સરકારી કામ કે આવકના દાખલા લેવા હોય તેવા સામાન્ય ગ્રામજનોને રોજીરોટી છોડી તાલુકા કે જિલ્લાકક્ષાએ ધકકા ન ખાવા પડે તેઓ માટે આ વ્યવસ્થા આશીર્વાદરૃપ નીવડે છે.

જેમાં તા.૨૯/૯ના રોજ મુળી તાલુકાના સાંગધ્રા, તા.૨૮/૯/ના રોજ સાયલા તાલુકાના નિનામા, તા.૨૮/૯/ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, તા.૨૯/૯/ના રોજ થાનગઢ તાલુકાના સારસાણા ગામની જે તે તાલુકાના મામલતદાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવશે.

આ અગાઉ વિઠ્ઠલગઢ, ચીકાસર, ઝીંઝાવદર, પીપરાળી ગામોએ આવી રાત્રી બેઠકો યોજવામાં આવી હતી જેનો સારો પ્રતિભાવ ગ્રામજનોએ આપ્યો હતો.ઙ્ગ

વઢવાણ નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં સો ટકા પ્રશ્નોનો નિકાલ

લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ અને ત્વરીત ઉકેલ આવે તેવા શુભઆશયથી રાજય સરકાર સેવાસેતુ કાર્યક્રમ યોજે છે. આવો જ સેવાસેતુ કાર્યક્રમ વઢવાણ નગરપાલિકા વઢવાણ દ્વારા તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ-૬૩૫ પ્રશ્નો રજુ થયા હતા તે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરીને સો ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં મોટાભાગે આવકનો દાખલો, આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું ક્રીમીલેયર પ્રમાણપત્ર વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર જેવા પ્રશ્નો રજુ થયા હતા. તે તમામનોઙ્ગ નિકાલ કરવામાં આવ્યો હતો.

 

(1:21 pm IST)