Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ખંભાળિયા : કુરંગામાં કંપની દ્વારા ખેડૂતોને અન્યાય થતા સૂત્રોચ્ચાર : અટકાયતી પગલા

ખંભાળીયા તા. ૨૮ : કુરંગા સ્થિત પોતાના સોડાએશ તેમજ પાવર પ્લાન્ટના નિર્માણ માટે ઘડી કંપનીએ નજીવા ભાવે જમીન ખરીદ કરવાનુ શરૃ કર્યુ હતુ માત્ર એક દોઢ લાખથી શરૃ થયેલી એક વિઘા જમીનની કીમત આજે ચાલીસ લાખ સુધી પહોંચવા આવી છે હજારો વિઘા જમીન ખેડુતો પાસેથી નજીવા ભાવે લઈ કમ્પનીને ઊંચા ભાવે આપી કંપનીના અમુક લોકોએ ખેડુતોને ચૂનો લગાવ્યો હતો. ત્યારે કેટલાય ખેડુતોને કમ્પનીના અધિકારીઓ દ્વારા મૌખિક એવુ કહી જમીન વેચાતી લેવામાં આવી કે છેલ્લા ભાવ તમને ભરી દેશુ પણ ધીમેધીમે ભાવ તો આસમાને પહોચ્યા પણ આજે પણ એ ખેડુતોને હવે કંપની કોઇ જવાબ આપતી નથી કે એમના સંતાનોને નોકરી પર રાખ્યા નથી.

આશરે ૫૦૦૦ વિઘા જેટલી જમીનમા આજે પણ કમ્પની દ્વારા દિવાલ કરી દેવામાં આવેલ છે જેની હદમા ૩૦૦ વિઘા જેટલી અંદાજે જમીન ખેડુતોની આવેલ છે જે જમીનમા ખેડુતોને પારાવાર મુશ્કેલીઓ ઘડી કમ્પની આપી રહી છે ત્રણ ત્રણ વર્ષથી ખેતી કરવી ખેડુતોને ભારે પડી રહી છે ગરીબ ખેડુતો પાસેથી કબ્જો છીનવવા રીતસર બધા દાવ પેચ લગાવી રહી છે.રાજમાર્ગ અને આંતરિક રસ્તા ખેડુતોના અબાધીત હક્કો છે જેનુ પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે આ બાબતે તંત્રને અનેક રજૂઆતને પગલે કોઇ ધ્યાન દેતૂ નથી ખેડુતોને મળે છે તો માત્ર તારીખ પે તારીખ...

ખેડુતો અને કમ્પની વચ્ચે આ વિવાદ દિનપ્રતિદિન વધવા લાગતા કંપની દ્વારા ખેડુતો પર પોલિસ કેસ કરવામા આવ્યા ગમે તેમ કરી ખેડુતો પાસેથી જમીન પચાવી લેવા માંગતી આ ઘડી કંપની ખેડુતોને ગેટ પરથી પ્રવેશ આપવામાં પણ હેરાન કરી રહી છે ખેડુતો પોતાના ખેતર સુધી જઈ નથી શકતા હાલ ખેતરમા પાણી ગંદકી ભર્યા ભરેલા છે કંપનીના લીધે ખેડુતો આ વર્ષે વાવેતર પણ કરી શકયા નથી.

ત્યારે હાલમા કંપનીના માલિક દ્વારા કંપનીની મુલાકાત લેવા આવેલ હોઇ ૧૫૦ જેટલા ખેડુતો પોતાની વાત રજૂ કરવા કંપનીમા જતા તેમના વાહનોને રોકી દેવાતા ખેડુતો ચાલીને મળવા પહોચ્યા હતાં.

 જેમા માત્ર બે ખેડુતોને માલિકથી મળવા દેવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ જૂના કંપનીના કેસમા એક ખેડૂતની ધરપકડ થતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો સ્થાનિક પોલિસનો કાફલો આવી પહોંચતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ અને ત્યાર બાદ મોડી રાત્રે ખેડૂતને જામીન પર છુટકારો થયો હતો.

(1:20 pm IST)