Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમરેલી જિલ્લાના મેડીકલ સ્ટોર ધારકોની હડતાલ

અમરેલી તા. ૨૮ : અમરેલીમાં કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસીયેશન દ્વારા જીલ્લાના મેડીકલ સ્ટોર બંધ રહયા. ઓનલાઈન દવાના વેપાર સામે  કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસીયેશન દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર મેડીકલ સ્ટોર ધારકોએ બંધ પાડયો હતો અને મેડીકલ બજાર સાવ બંધ રહી હતી. માત્ર ઈમરજન્સી દવા મેળવવા માટે ગણીયા ગાંઠીયા સ્ટોલો ખુલ્લા રહયા હતા.

જેમાં રાધિકા હોસ્પિટલ શ્રી હરી મેડીકલ સ્ટોર્સ, રાજ મેડિકલ ડોકટર હાઉસ, પટેલ મેડિકલ સ્ટોર્સ રાજકમલ ચોક, હાર્દિક મેડીકલ સ્ટોર્સ આસ્થા હોસ્પિટલ, નવજીવન મેડિકલ સ્ટોર–નવજીવન હોસ્પિટલ મંથન મેડિકલ સ્ટોર્સ–રાઘવેન્દ્રન હોસ્પિટલનાં સ્ટોર પણ ઇમરજન્સી માટે ખુલ્લા રહયા છે.

(1:20 pm IST)