Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની અનેક રજુઆતો છતાં પરીણામ નહીઃ બંદરના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં રજુઆત

પ્રભાસપાટણ  તા. ર૮: સુત્રાપાડા બંદરને ફીશરીઝ ડાર્બર બંદર તરીકે વિકસાવવા બાબતે છેલ્લા ર૩ વર્ષથી વારંવાર રજુઆતો કરવા છતાં પરીણામ આવેલ નથી તેથી બંદરના આગેવાનો દ્વારા ગાંધીનગર રૂબરૂ જઇ અને રજુઆત કરેલ છે.

રજુઆતમાં જણાવ્યા પ્રમાણે સુત્રાપાડા બંદર છેલ્લા રપ વર્ષથી એકતરફી ભાજપ પાર્ટીને વોટીંગ કરે છે અને ૯ર ટકા જેટલું ભારે મતદાન થાય છે. સુત્રાપાડા બંદરની મુખ્ય સમસ્યા સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની છે. આ સમસ્યા  સુત્રાપાડા બંદર તથા આસપાસના બંદરોના લોકોની જીવાદોરી  રૂપ સમસ્યા છે અને છેલ્લા ૧૯૯પ થી સરકારમાં અમારી એક જ રજુઆત છે કે અમારો પ્રાણ પ્રશ્ન ઉકેલવામાં આવે આ પ્રશ્નના નિરાકરણથી  આસપાસના હજારો લોકોને રોજગારી મળી શકશે.

આ બાબતે  સરકારમાં ર૩ વર્ષથી રજુઆત છે પરંતુ રાજય સરકાર તરફથી કોઇ નકકર કામગીરી કરવામાં આવેલ નથી તેથી સુત્રાપાડા બંદર, હીરાકોટ બંદર તથા ધામખેજ બંદરના લોકોમાં સરકાર તેમજ પાર્ટી પ્રત્યે ખુબજ નારાજગી જોવા મળે છે.

જે તે વખતે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વમુખે સોમનાથ મુકામે જાહેરાત કરવાામ આવેલ કે સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર  બંદર તરીકે  વહેલી તકે વિકસાવવાાં આવશે આ વાતને પણ પ વર્ષ જેવો સમય વિતી  ગયેલ છે. સુત્રાપાડાના આગેવાનો તા. રપ/૯/ર૦૧૮ ના રોજ સુત્રાપાડા બંદર માછીમાર એસોસીએશન પ્રમુખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપ પ્રમુખ દિલીપભાઇ આંજણી, સુત્રાપાડા તા.પ.ના સદસ્ય કાનજીભાઇ સીકેલરીયા, ખારવા સમાજના પટેલ દિલીપભાઇ સોલંકી, કોળી સમાજના પટેલ રામજીભાઇ રાઠોડ, સહકારી મંડળીના પ્રમુખ નથુભાવ ચાવડા, માજી સરપંચ જેઠાભાઇ બારૈયા, માજી પટેલ  ભગવાનભાઇ સોલંકી, આગેવાન રમેશભાઇ કોટીયાએ મુખ્મંત્રીના અગ્રસચિવ કૈલાશનાથન, મત્સ્યોગ મત્રી આર.સી. ફળદુ, પરસોતમભાઇ સોલંકી સાંસદ રાજશેભાઇ ચુડાસમા, ફીશરીઝ કમીશ્નરને રૂરૂ મળી અને રજુઆત કરેલ અને આ વર્ષે જુનાં પ્રશ્નોના નિરાકરણ માટે માંગણી કરેલ. (૧૧.૪)

(12:29 pm IST)