Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બોટાદ જિલ્લાના દિવ્યાંગ વ્યકિતઓને સાધન સહાય

 બોટાદઃ બોટાદ જિલ્લાના દિવ્યાંગ વ્યકિતઓ માટે એલીમ્કો દ્વારા સાધન સહાય કેમ્પ યોજવામા આવ્યો હતો. આ કેમ્પમાં કુલ ૧૭૩ દિવ્યાંગોની તબીબી તપાસ કરી જરૂરિયાત મુજબના સ્વસહાય માટેના સાધનોનુ વિતરણ કરવામા આવ્યુ હતું. જેમા ટ્રાયસિકલ ૫૦ એમઆર કીટ ૩૪ સીપીચેર ૪, વ્હીલચેર ૧૫ અને કૃત્રિમ હાથ પગ પર (બાવન) અને સ્માર્ટ કેન ૧૮ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતાં. જેમા એલીમ્કોના પ્રતિનિધિશ્રી, સહાયક સ્ટાફ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હેતલ દવે, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદી, બાળ સુરક્ષા અધિકારી, સુભાષભાઇ ડવ તથા કચેરીના કર્મચારીઓ અને દિવ્યાંગ વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર.(૧૧.૩)

(12:26 pm IST)