Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઉનામાં કારમાંથી ૧૧૭ બોટલ દારૂ પકડાયો

ઉના તા. ર૮ :.. પોલીસ જમાદાર વાય. વી. ગોહીલ તથા પોલીસ સ્ટાફે એ ઉનામાં શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે દેલવાડા રોડ ઉપરથી રાત્રીના નાઇટ રાઉન્ડ દરમ્યાન દીવ તરફથી આવતી ઇન્ડીકા કાર નંબ જી. જે. ૧૧ એચ. ૩૮૩૮ ને રોકાવીને તપાસ કરતા ઇન્ડી કારમાં જૂદી જૂદી કંપનીની નાના-મોટી વિદેશી દારૂની બોટલ નંગ ૧૧૭ મળી આવેલ હતો.

પોલીસે કારમાં બેઠેલા કોડીનાર તાલુકાના વડનગરના સંજય હાજા સોલંકી, રમેશ ઉકા વંશ તથા અરજણ સીદી સોલંકીને વિદેશી દારૂ બોટલ ૧૧૭ કિંમત રૂ. ૧૩૮૦૦ તથા મોટર કારની કિંમત રૂ. પ૦ હજાર મળી કુલ રૂપીયા ૬૩૮૦૦,૦૦ ના મુદામાલ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે. (પ-૧૧)

(12:25 pm IST)