Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વિરપુર આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સત્કાર સમારંભ

વિરપુર, તા.૨૮: સામાજીક સેવામાં સંસ્થાના આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેત પ્રાયમરી સ્કૂલના સહયોગથી માર્ચ-એપ્રિલ/૨૦૧૮ની ધોરણ-૮થી સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ભાઇ/બહેનોન જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે. તેવા વિદ્યાર્થી ભાઇ/બહેનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ દશમો વિદ્યાર્થી સત્કાર સમારંભ આગામી તા.૩૦ રવિવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે ખાંટ રાજપુત સમાજની વાડી, જલારામ નગર મેઇન રોડ, વિરપુર (જલારામ)ખાતે આયોજન કરવમાં આવેલ છે. જેમાં ૧૫૧-વિદ્યાર્થી ભાઇ/બહેનોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત શિક્ષણવિદ રાજકોટના ગીજુભાઇ ભરાડ, ગોંડલ એસીયાટીક એન્જીનીયરીંગ કોલેજના ચેરમેન ગોપાલભાઇ ભુવા, જુનાગઢના ઉદ્યોગપતી રમેશભાઇ મકવાણા, વીરપુરના આગેવાનો વેલજીભાઇ સરવૈયા તથા દિનેશભાઇ વધાસીયા તથા બહારગામના પ્રતિષ્ઠિત આગેવાનો, વીરપુર ગામના અગ્રહીઓ અને વાલીઓ તેમજ ખાંટ રાજપુર સમાજના હોદ્દેદારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીભાઇ/ બહેનોને સન્માન અને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીને સન્માનિત કરે તેવી સંસ્થાના પ્રમુખ અનિલભાઇ સરવૈયા અપીલ એક યાદીમાં કરી છે.(૨૨.૨)

(12:24 pm IST)