Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમરેલીના વડેરામાં ઝેરી ટીકડી પી જતાં શિલ્પા બારૈયાનું મોત

રાજકોટ તા. ૨૮: અમરેલીના વડેરા ગામે રહેતી શિલ્પાબેન ખીમજીભાઇ બારૈયા (ઉ.૨૫) નામની યુવતિએ ૨૦મીએ ઝેરી ટીકડી પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું મોત નિપજ્યું હતું.

શિલ્પાબેનેએ ગત રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ અમરેલી પોલીસને જાણ કરતાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(12:23 pm IST)