Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વાંકાનેરના રેખાબેન ખાંટે મગજ ભમતાં ૧૫૦ ટીકડીઓ પી લીધી!

હૃદય-ડાયાબિટીસની બિમારીની દવા પી ગયા

રાજકોટ તા. ૨૮: વાંકાનેરના જીનપરામાં રહેતાં રેખાબેન રાજેશભાઇ સોલંકી (ઉ.૪૬) નામના ખાંટ મહિલાએ હૃદય અને ડાયાબિટીસની બિમારીની પોતાની દવા ચાલુ હોઇ તેની એક સાથે ૧૫૦ ટીકડીઓ પી લેતાં ચક્કર આવતાં અને અર્ધબેભાન થઇ જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

રેખાબેનના પતિ રિક્ષાચાલક છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીએ કહ્યું હતું કે મગજ સતત ભમતો હોવાથી કંટાળીને એક સાથે આટલી ટીકડીઓ પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ વાંકાનેર જાણ કરી હતી.

(12:23 pm IST)