Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જીલ્લા ભાજપ દ્વારા જસદણ-વિંછીયા તાલુકાના હોદેદારોની વરણી

જસદણ-રાજકોટ તા. ર૭ :.. રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી. કે. સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ ગુજરાત પ્રદેશ ભાજપ સાથે વિચાર વિમર્શ કરી આગામી લોકસભા, ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને જસદણ શહેર, જસદણ તાલુકા, વિંછીયા તાલુકાના સંગઠનમાં પ્રભારીશ્રી, સહપ્રભારીશ્રી, શહેર  પ્રમુખ, તાલુકા પ્રમુખ અને મહામંત્રી તરીકેની કાર્યકર્તાઓની વરણી કરવામાં આવેલ છે.

જેમાં જસદણ શહેરમાં અશોકભાઇ મહેતા (પ્રભારી), ચંદુભાઇ કચ્છી (સહપ્રભારી), અનિલભાઇ મકાણી (શહેર પ્રમુખ), ભરતભાઇ બી. છાયાણી (બી. બી. સી.) (શહેર મહામંત્રી), રાજુભાઇ ધાંધલ (શહેર મહામંત્રી), રવજીભાઇ સરવૈયા (પ્રભારી) વનરાજભાઇ ખીંટ (સહપ્રભારી).

જસદણ તાલુકોમાં ધીરૂભાઇ રામાણી (તાલુકા પ્રમુખ), મનસુખભાઇ જાદવ (તાલુકા મહામંત્રી), રમેશભાઇ પીપળીયા (તાલુકા મહામંત્રી), ખોડાભાઇ ખસીયા (પ્રભારી), દિલીપભાઇ ઉમરાળીયા (સહપ્રભારી).

વિંછીયા તાલુકામાં નિતીનભાઇ એન. રોજાસરા (તાલુકા પ્રમુખ), અમૃતભાઇ કોરડીયા (તાલુકા મહામંત્રી) અને અનિલભાઇ બચ્છા તાલુકા મહામંત્રીપદે  વરણી કરાઇ છે.

ઉપરોકત નિમણુકને રાજકોટ જીલ્લા ભાજપની સમગ્ર ટીમ કેબીનેટ મંત્રીશ્રીઓ જયેશભાઇ રાદડીયા તથા કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ રાજકોટ જીલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત જીલ્લાના આગેવાનો હોદેદારો, મંડલના હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવેલ છે તેમ જીલ્લા મીડીયા ઇન્ચાર્જ શ્રી અરૂણભાઇ નિર્મળ જણાવે છે. (પ-૧૭)

(12:23 pm IST)