Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભાવનગરમાં પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે- વિશિષ્ટ પ્રદર્શનના બીજા દિવસે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની વેબસાઈટ લોન્ચ

ભાવનગર, તા.૨૮: પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને વિકસાવવા તથા આમ સમાજનાં લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓની વિશિષ્ટ આવડતથી પરિચિત બને તેવા હેતુસર આયોજિત ત્રિ-દિવસીય 'પ્રજ્ઞાપંથી અવાજનાં અજવાળે'- વિશિષ્ટ પ્રદર્શનના બીજા દિવસે મુલાકાતીઓનો ઘસારો રહ્યો હતો. પ્રદર્શનના બીજા દિવસે કુલ ૫૦ થી વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપક અને શહેરના નાગરિકો મળીને કુલ ૩૦૦૦ થી વધુ વ્યકિતઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જયારે પ્રદર્શન અંતર્ગત યોજાયેલ એક કાર્યક્રમમાં આઇટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ, તજજ્ઞોની ઉપસ્થિતિમાં સંસ્થાની વેબસાઇટ www.kkblindschool.org અને વિકલાંગતા ક્ષેત્રના તજજ્ઞ અને એક પ્રેરણાત્મક વ્યકિતત્વ ધરાવતા શ્રી લાભુભાઈ સોનાણીની વેબસાઈટ www.ltsoanani.coૃ લોન્ચ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇટી ક્ષેત્રના ગોલ્ડમેડાલિસ્ટ, અમદાવાદના જાણીતા આઈ.ટી. એકસપર્ટ અને વેબસાઈટ ડેવલોપર શ્રી અમિત પટેલ અને તેમના પત્ની રુબીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વેબસાઈટનો કોન્સેપ્ટ સમજાવતા પોતાના વકતવ્યમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સમક્ષ સંસ્થાની વિવિધ પ્રવૃત્ત્િ।ઓની માહિતી દર્શાવતી વેબસાઈટ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે અંગે સોશિયલ મીડિયા મારફતે સંસ્થાની પ્રવૃત્ત્િ।ઓ વધુ ને વધુ લોકો નિહાળે અને પ્રજ્ઞાચક્ષુઓની અસીમ શકિતઓને ઓળખે તે માટે અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરશ્રી ગૌરાંગ મકવાણાએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠક, ખજાનચી શ્રી પંકજભાઈ એન. ત્રિવેદી, ટ્રસ્ટીશ્રી નીલાબેન સોનાણી, આચાર્યશ્રી ઘનશ્યામભાઈ બારૈયા સહીત બહોળી સંખ્યામાં આઇ.ટી. ક્ષેત્રના વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સંસ્થાના મીડિયા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ અંતિમ દિવસે વધુને વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો આ વિશિષ્ટ પ્રદર્શનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ઉભા કરાયેલ ૧૭ ઝોનની પ્રવૃત્તિઓ નિહાળી અભિભૂત થશે.(૨૩.૬)

(12:23 pm IST)