Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કાલથી ભાણવડમાં તપોવનભુમી ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય કલાયજ્ઞ

ભાણવડ તા. ર૮ : કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્યરત કલાસંસ્થા કલાપ્રતિષ્ઠાનના ૧૩માં રાષ્ટ્રીય કલાયજ્ઞ ર૦૧૮ ના આયોજન માટે ભાણવડ સ્થિત પુરૂષાર્થ સંસ્થાની બરડા ડુંગરની હરીયાળી ગિરીમાળાઓ વચ્ચે આવેલી તપોવન ભૂમિની પસંદગી કરવામાં આવી છે કાલે શનિવારે ર/૧૦ મંગળવાર સુધી કાર્યક્રમ ચાલશે.

ગુજરાતની ગુણવંતી ગુર્જરભૂમીની સ્થાપત્યકલાના ભવ્ય અને સમૃદ્ધ વારસાને તેમજ ઇતિહાસને ઉજાગર કરવાના સંકલ્પ સાથે કલાપ્રતિષ્ઠાન સંસ્થા આયજીત આ કલાયજ્ઞમાં ઉતર ગુજરાતના મહેસાણા જીલ્લાના પાટણ શહેરમાં રજવાડા વખતમાં સિઘ્ધરાજ જયસિંહે નિર્માણ કરેલા સહત્રલીંગ તળાવની ફરતે શિલ્પસભર ૧૦૦૮ શિવાલયો તથા તળાવની નજીકમાં અદ્દભુત શલા અને શિલ્પ પંડિત રાણની વાવ પ્રાચિન ગુજરાતની વિશિષ્ટ ધરોહર છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજમાં સ્થાન આપવામાં આવેલ છ.ે

આ કલાયજ્ઞમાં સમગ્ર રાષ્ટ્રમાંથી ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને સિદ્ધિ પ્રાપ્ત પ૦ કલાકારો જોડાઇ રહ્યાછે રાણીવાવની આશરે ૪પ૦ થી વધુ ફોટોગ્રાફી કરી પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમ્યાન ૧૧મી રાષ્ટ્રીય કલાશિબિરની દસ્તાવેજીની દસ્તાવેજી ફીલ્મ ચિત્રકાર સી.ટી.પ્રજાપતિએ તૈયાર કરી છે તેનું લોકાર્પણ ઉપસ્થિત મહેમનોના હસ્તે કરી ૩૦૦ જેટલા કલાકારોને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવશે .આ કલાયજ્ઞ-ર૦૧૮ ના પ્રકલ્પમાં માઇલસ્ટોન સુરતના અગ્રણી ઉદ્યોગપીત રાહુલભાઇ શાહ અને કિમોરા સારિઝના ઘનશ્યામભાઇ ઘોઘારી સહયોગી બની રહ્યા છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જાણીતા ઇતિહાસવિદ્ નરોતમ પલાણ રહેશે કલાયજ્ઞનું ઉદઘાટન મામલતદાર એચ.એચ.પંજાબી કરશે અતિથિ વિશેષ તરીકે પ્રાથમીક શિક્ષણાધિકારી કનુભાઇ નંદાણીયા, પી.એસ.આઇ. વાય.જી. મકવાણા, પુરૂષાર્થ સંસ્થાના ટ્રસ્ટી ભીમશીભાઇ કરમુર, આચાર્ય ખુશાલભાઇ શીલુ તથા આચાર્ય કાજલબેન પાનેરા રહેશે જયારે તા. ર/૧૦ ના સમાપન સમારોહનમાં કલાકૃતિઓનું નિરીક્ષણ અને કલાકારોને બિરદાવવા માટે ડી.ડી.એો.આર.આર.રાવલ, જુનાગઢના સામજીક અગ્રણી ભાવેશભાઇ વેકરીયા, સુરતના બાંધકામ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ રાહુલશાહ, જુનાગઢના નાયબ માહિતી અધિનિયામક રાજુભાઇ જાની, વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ-અમદાવાદના ડાયરેકટર આશિષભાઇ તંબાડીયા, સુપ્રસિધ્ધ તસ્વીરકાર ભાટી એન.ખાસ ઉપસ્થિત રહેશે સમાપન પ્રસંગે ભાણવડની આબજુબાુજના પંથકના કલાસાધકો જેવા કે, લતીપુર પટેલ રાસમંડળી વાળા મહેન્દ્રભાઇ આણદાણી, ખંભાળીયાના રાષ્ટ્રીય તસ્વીરકાર જીતુ જામ, લોક સાહિત્યકાર માલદેભાઇ આહિર સહિતનાનું ''ગુર્જર કલાભુષણ'' માનપત્ર આપી અભિવાદન કરવમાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પુરૂષાર્થ સંસ્થાના સદસ્યો, કલાપ્રતિષ્ઠાનની વ્યવસ્થાપ સમિતિ અને સંકલન સમિતિ જહેમત ઉઠાવ રહી છ.ે(૬.૧૩)

 

(12:21 pm IST)