Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બગસરા શરાફી મંડળીની ૩મી વાર્ષિક સાધાણ સભા સંપન્ન

૧૫ ટકા ડિવિડન્ડ સાથે ભેટ વિતરણની જાહેરાત કરતા ચેરમેન ડોડીયા

બગસરા, તા.૨૮: શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૩૪ મી વાર્ષિક સાધારણસભા મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆના અધ્યક્ષ સ્થાને તેમજ શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાને સહકારીતા સંમેલન અત્રેની વાંજા જ્ઞાતિ વાડી બગસરા ખાતે યોજાયેલ.

મંડળીની પ્રગતિનો અહેવાલ સાથે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા સરળતા તથા ઓછા વ્યાજ દરેથી ધિરાણ સહિતની કામગીરી અને જરૂરીયાતમંદ લોકોને તાત્કાલિક સવલત સહકારી સંસ્થાઓ તરફથી મળે છે તેમ સ્થાપક ચેરમેનઙ્ગ રશ્વિનભાઈ ડોડીઆએ જણાવેલ આ તકે શરદભાઈ લાખાણીએ મંડળી સહકારના માધ્યમથી અમરેલી જીલ્લા સહિત રાજયભરમાં નામના મેળવેલ છે. જેના વહીવટની નોંધ લીધેલ. ખરીદ વેચાણ સંદ્યના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, ભાગ્યલક્ષ્મી ક્રેડીટ સોસાયટીના ચેરમેન ભાવનાબેન ગોંડલીયા, સંદ્યના ઉપપ્રમુખ એમ.આર.ધાનાણી તેમજ અમરવેલી શરાફી મંડળીના રેખાબેન તથા રામભાઈ સનેપરા એ મંડળીની પ્રગતિને બિરદાવેલ મંડળીનો વર્ષ ૨૦૧૭/૧૮નો નફો ૧.૯૪ કરોડ થયેલ જેમા સભાસદોને ૧૫્રુ ડિવિડન્ડ સાથે ભેટ ઇનામ આપવાનું નક્કી કરવામાં આવેલ જેને સભાસદોએ વધાવી લઇ ને આવકાર્યું હતું.

આ સાધારણસભામાં બગસરા, ધારી, અમરેલી, ચલાલા, લીલીયા, રાજકોટ, અમદાવાદના સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યકમનું સંચાલન મંડળીના જનરલ એમ.ડી.નિતેષભાઈ ડોડીઆએ કરેલ જયારે આભારવિધી ધીમંતભાઈ શેઠે કરેલ તેમ મંડળીના જનરલ સેક્રેટરી ડી.જી.મહેતાની યાદી જણાવે છે.

(12:20 pm IST)