Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગીર ગઢડાની સરકારી કચેરીઓમાં વારંવાર ઇન્ટરનેટ કનેકટીવીટી બંધઃ અરજદારોને ધક્કા

ઉના તા. ર૮ :.. ગીર ગઢડાની મામલતદાર, રજીસ્ટ્રાર, તથા તાલુકા પંચાયતમાં જીસ્વાન ઇન્ટરનેટ કનેકટીવીટી બંધ થઇ જતા અરજદારોને હાલાકી પડી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

ગીર ગઢડામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ત્થા રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ૧પ દિવસથી ઇન્ટરનેટ સેવા જીસ્વાન ની કનેકટીવીટી બંધ થઇ જતા તાલુકાનાં પ૮ ગામોમાંથી આવતા ખેડૂતો, અરજદારોના કામ થતા નથી કર્મચારીઓ સાથે વારંવાર લોકોને ધર્ષણ થાય છે. સમય અને નાણાનો બગાડ થાય છે. તેથી ગીર ગઢડા ચેમ્બર પ્રમુખ મુકેશભાઇ ગાંધી, લોહાણા મહાજન વેપારી અનિલભાઇ વિઠલાણી, રાજકીય આગેવાન ઉકાભાઇ વાઘેલા, જામવાળા સરપંચ નરેશભાઇ જરગલીના સરપંચ જયસુખભાઇ ખુંટ વિગેરે આગેવાનોએ મામલતદાર કોરડીયાને લેખીતમાં રજૂઆત કરી તાલુકા જીલ્લાનાં ભારત સંચાર નીગમ (બીએસએનએલ) ને પણ રજૂઆત કરી કે ઇન્ટરનેટ કનેકટીવીટી જીસ્વાન સરકારી કચેરીમાં ર૪ કલાક પુરતી સ્પીડમાં શરૂ કરવા કાર્યવાહી કરવા માંગણી કરી છે. નહીતર હવે લોકોની સહનશકિત ઘટતી જાય છે. ઉના આંદોલન કરવા પણ ચીમકી આપી હતી. (પ-૧૧)

 

(12:20 pm IST)