Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હળવદ બીજા દિ'એ સજ્જડ બંધઃ એસઆરપી બંદોબસ્ત

તોડફોડ અને આગજની કરનાર ૧પ શખ્સોને રાઉન્ડ અપ કરાયા

હળવદ-વઢવાણ તા. ર૮ :.. હળવદમાં બજરંગ દળના આગેવાનો ઉપર હૂમલો થયા બાદ આજે સતત બીજા દિવસે હળવદ બંધ રહયુ છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

 

બુધવારની રાત્રીના બજરંગદળના ભાવેશભાઇ ઠકકર અને અલ્પેશ ઉર્ફે કાળુભાઇ પટેલ પર તલવાર વડે હૂમલો કરાયો હતો જેની વિરોધમાં ગુરૂવારે પણ હળવદ બંધ રહેવા પામ્યુ હતું. જો કે રેન્જ આઇજી પણ હળવદ દોડી આવ્યા હતા અને શહેરમાં ફલેગ માર્ચ પણ યોજવામાં આવ્યુ હતું. ગઇકાલે બંધ દરમ્યાન એક બેકરી, એક ભંગારનો ડેલો, છકડો રીક્ષા એક અન્ય દુકાનને આગ ચંપી કરવામાં આવી હતી. જો કે આજે સવારથી જ અજંપા ભરી શાંતી છવાયેલી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે વધુ એસઆરપી અને પોલીસ ને ખડકી દેવામાં આવી છે.

હુમલાની ઘટના બાદ બીજે દિવસે પણ હળવદ સ્વયંભુ બંધ રહયુ હતું. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ થઇ જયારે ગામ આજે બીજા દિવસે પણ બંધ રહેવા પામ્યું છે.  પોલીસનો જંગી કાફલો ઉતારા વેપાર રોજગાર બંધ રહ્યા છે. હળવદમાં શાંતિ સ્થાપય તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. દિવસે હળવદ સ્વયંભુ બંધ રહેવા પામ્યું છે.

આ બનાવને પગલે જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયેઅસપી બન્નો જોશી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાયો છે તો બનાવને પગલે રેન્જ આઇજી સંદીપસિંઘ અને જીલ્લા કલેકટર આર.કે. માંકડિયાએ હળવદ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગજની કરનાર ૧પ જેટલા તોફાની તત્વોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું તેમજ સાંજે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.  (પ-૧પ)

(12:17 pm IST)