Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

અમરેલી કોંગ્રેસ શાસીત પાલિકા સામે આમરણાંત ઉપવાસના મંડાણ કરનારાની અટકાયત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૮ : અમરેલીમાં કોંગ્રેસ શાશિત નગર પાલિકા ના ૨૦ સભ્યોએ પાલિકાના શાસનની સામે આંદોલનનું રણશીંગુ ફુંકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે પોલીસે થોડીવારમાં કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

અમરેલી નગરપાલિકામાં પોતાનો અવાજ સાંભળવામાં આવતો ન હોવાને કારણે અને કામો અટકી ગયા છે

ગંદકી અને માર્ગોના અનેક પ્રશ્નો અટકયા છે તથા લોકોએ ચૂંટેલા પાલિકાના સભ્યો ઉપર મુકેલા વિશ્વાસને જાળવવા માટે  અમરેલી પાલિકાના સદસ્યો સંદીપ ધાનાણી, પ્રતાંજલ કાબરીયા, પ્રકાશ લાખાણી, બી.કે. સોળીયા આમરણાંત ઉપવાસ ઉપર શ્રી અને શ્રી બાલુબેન પરમાર, વર્ષાબેન સાવલીયા,  સોનલબેન થલેશા, રીટાબેન ટાંક, રમેશભાઇ ધાનાણી હંસાબેન જોષી,  માધવીબેન જોષી, નાનભાઇ બીલખીયા,  ચંદ્રીકાબેન સોળીયા,  ફરિદ રઇસ , જશુબેન બારૈયા, રમેશ ભાંભોર, સમીનાબેન સંધાર, ભારતિબેન શુકલ, મરીયમબેન પઠાણ, શરીફાબેન કુરેશી પ્રતિક ઉપવાસ ઉપર બેસનાર છે.

અમરેલી પાલિકામાં કોંગ્રેસની પાલિકામાં કોંગ્રેસના જ સભ્યો દ્વારા રણશીંગુ ફુંકવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.(૨૧.૨૨)

(3:53 pm IST)