Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ઉનામાં ખેડૂત પરિવાર ઉપલા માળે સુવા ગયો અને નીચે રૂમમાંથી ૧.૯ લાખની ચોરી

ઉના, તા.૨૮: ખેડુત પરિવાર ઉપલા માળે આવેલ રૂમમાં સુવા ગયા અને તસ્કરો નીચે રૂમમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી ૧ લાખ ૯ હજાર ની ચોરી કરી ગયા હતા.

લોકો અસલામતિ અનુભવી રહ્યા છે. શહેરમાં ચોરીના બનાવો વધ્યા છે. એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ચોરી ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર રહીમનગરની પાછળ વાડી વિસ્તારમાં રહેતા અમરચંદભાઇ ઉર્ફ ચંદુભાઇ દેવચંદભાઇ બાંભણીયા પરિવાર જે રાત્રે નીચેના ભાગનાં રૂમને તાળા મારી ઉપરના ભાગનાં રૂમમાં સુવા ગયા હતા.

તસ્કરો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કરી કબાટમાં રાખેલ સોનાનું મંગળસુત્ર-૧, ઝુમ્મર સોનાના ૧ જોડી સોનાની બુટી, સહિત રોકડ રૂપિયા ૯,પ૦૦/ મળી કુલ રૂપિયા ૧ લાખ ૯ હજાર પ૦૦ નાં મુદામાલની ચોરી કરી નાસી ગયા હતાં.

પરિવારના સભ્યો સવારે નીચાના રૂમમાં આવતા ચોરી થયાની જાણ થતાં પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.(૨૩.પ)

 

(11:44 am IST)