Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ધ્રોલ પંથકમાં પતિના હાથે પત્નિની હત્યા

ગળે ટુપો દઇ હત્યા નિપજાવાઇ: મૃતકના ભાઇએ બનેવી સામે નોંધાવી ફરિયાદ

ધ્રોલ: ધ્રોલથી 30 કિ.મી. દુર આવેલ વિસામણ ગામમાં મનસુખભાઇ ભંડેરીની વાડીમાં ગઇકાલ તા.27-7-2021ના રોજ કેરૂભાઇ ભંગડાભાઇ ડાવર (જાતે આદીવાસી -ભીલ, રહેલ હાલ-ડાંગરા ગામની વાડી, મુળ:  ઉબ્લાદ ગામ- અલીરાજપુર)એ પોતાની પત્નિ જમકુબેન (ઉવ.24)ને કોઇપણ કારણોસર ગળેટુંપો આપી  હત્યા નિપજાવ્યાની ફરિયાદ મૃતકના ભાઇ રાજુભાઇ વેસ્તાભાઇ ભીંડેએ પોલીસમાં નોંધાવી છે.

આ અંગે પોલીસે વિધિવત  ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે, આ કેસની વધુ તપાસ  ધ્રોલ પો.સ્ટે.ના સબ ઇન્સ.  એમ.એન. જાડેજા ચલાવી રહ્યા છે.

(7:58 pm IST)