Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમરેલી જીલ્લામાં ૯પ જગ્યાએ દારૂના દરોડાઃ ૧૧૪ શખ્સો પીધેલ હાલતમાં ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૮ :.. જીલ્લામાં પ્રોહીની બદીને દુર કરવા જીલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ જુદા જુદા સ્થળોએથી ડ્રીકસ એન્ડ ડ્રાઇવ દરમ્યાન ૧૧૪ જેટલાને ઝડપી પાડી જેલની હવા ખવડાવી પોલીસે સરભરા કરી નશો ઉતાર્યો હતો.

જીલ્લામાં જુદા જુદા ૯પ જેટલા સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી દેશી દારૂ અને આથો મળી મહિલાઓ સહિત કેટલાક શખ્સો અને માલમતા સાથે ઝડપી પાડયા હતાં.

જેમાં જાફરાબાદમાં મનુ ટપુભાઇ સાંખટના કબ્જામાંથી પ લી. દેશી દારૂ રૂ. ૧૧૦, હાલરીયામાં મુકેશ વસંતભાઇ વાઘેલા પાસેથી પ લી. દેશી દારૂ રૂ. ૧૧૮, બગસરામાં દાદુ બાજુભાઇ વાઘેલા પ લી. દેશી રૂ. ૧૧૮, અમરેલીમાં મનીષાબેન જગદીશભાઇ રાઠોડ પાસેથી પ લી. દેશી દારૂ રૂ. ૧૧૮, ડેડાણમાં કાના કાળાભાઇ જગદીયાને ૯ લી. દેશી દારૂ રૂ. ૧૯૦ સાથે ખાંભામાં ભરતપરી ગોસાઇને ૧૦ લી. દેશી દારૂ રૂ. ર૦૦ સાથે દિલીપ કનુભાઇ બારડને દેશી દારૂ ૬ લી. રૂ. ૧૩૦ સાથે ચરખામાં દલસુખ હીરાભાઇ ઉગરેજીયાને પ લી., દેશી દારૂ રૂ. ૧૧૦ સાથે ગળકોટડીમા અનિતાબેન રાયધનભાઇ ખટાડાને પ લી. દેશી દારૂ રૂ. ૧૧૮ સાથે જયારે ઉંટવડમાં નિલેશ રમેશભાઇ  મકવાણાને દેશી દારૂ રૂ. ૧૦ લી. રૂ. ર૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. 

(12:56 pm IST)