Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમરેલી જીલ્લામાં જુગાર રમતા ૧૮ શખ્સો ૧.૩૧ લાખના મુદામાલ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૮ : જીલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસે અમરેલી તાલુકાના જાળીયા, બાબરાના જીવાપર અને લાઠીમાં જુગારના દરોડાઓ પાડીને ૧૮ શખ્સોને રોકડ તેમજ ૧૧ મોબાઇલ મળી કુલ રૂ.૧,૩૧,૮૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

અમરેલી તાલુકાના જાળીયા ગામે જાહેરમાં જુગાર રમતા મુકેશ વિનુભાઇ ખાખડીયા, નનકુ નાજાભાઇ ભુતૈયા, ચિરાગ બાવચંદભાઇ વાવેચાએ પો. કોન્સ. ગીરીરાજસિંહ જાડેજાએ રોકડ રૂ.૧૬,૦૦૦ની મતા સાથે જયારે બાબરાના જીવાપરમાં મનજીભાઇ કરશનભાઇ નાંદોળીયા, મહેશભાઇ પ્રવિણભાઇ નાંદોળીયા, લાલા વિનભાઇ સારલા, અજય જીલ્લાભાઇ ડેડાણીયાને હે. કોન્સ. મધુભાઇ પોપટે રોકડ રૂ.૧૧,૭૦૦ની મતા સાથે ઝડપી પાડયા હતા. જયારે લાઠીના શિવાજી ચોકમાં જાહેરમાં જુગાર રમતા મુસ્તાક શબીરભાઇ રાજનપુરી, શરફરાજ ઉર્ફે શકુ સાહિલભાઇ સેતા, નદીમ યુસુફભાઇ મોગલ, રીયાજ બોદુભાઇ મીર, ઇદરીશ હારૂનભાઇ ગીગાણી, અસ્લમ અબ્બાસભાઇ  બેગ સહિત ૧૧ શખ્સોને એ.એસ.આઇ. કમલેશભાઇ વાઢેરે રોકડ રૂ.ર૬,૧પ૦ ૧૧ મોબાઇલ રૂ.૭૩૦૦૦ મળી કુલ રૂ.૯૯,૧પ૦ની માલમતા સાથે ઝડપી પાડયા હતા. 

(12:56 pm IST)