Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ઉપલેટાના કોલકી ગામે જૂગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકીઃ ૬ પતાપ્રેમી પકડાયા

ર.ર૦ લાખનો મુદામાલ કબ્જેઃ વાડી માલીક અલ્પેશ ચંદ્રવાડીયાની શોધખોળ

રાજકોટ તા. ર૮ :.. ઉપલેટાના કોલકી ગામે વાડીમાં ચાલતા જૂગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જૂગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા જયારે વાડી માલીકની શોધખોળ હાથ ધરાઇ છે.

કોલકી ગામની સીમમાં અલ્પેશ ભાદાભાઇ ચંદ્રવાડીયા રે. ઉપલેટા તેની વાડીમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એ. આર. ગોહીલ તથા એસઓજીના પીએસઆઇ જી. જે. ઝાલા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા અરજણ વેજાભાઇ કાંબરીયા, અશ્વિન રામભાઇ ભાંભા રે. બન્ને નાગવદર, નરેન્દ્ર ઉર્ફે નંદો લાખાભાઇ પીંડારીયા, ધવલ બાવનજીભાઇ ગજેરા, પાવન હરસુખભાઇ નારીયા, તથા અલ્પાબેન સંજયભાઇ ચાવડા રે. તમામ ઉપલેટાને રોકડા રૂ. ૬૦રપ૦ તથા મોબાઇલ નંગ-પ મળી કુલ રૂ. ર.ર૦,૭પ૦ ના મુદામાલ સાથે પકડી પાડી ઉપલેટા પોલીસના હવાલે કર્યા હતાં.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. શકિતસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, પો. કો. દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી તથા નિરાલીબેન વેકરીયા રોકાયા હતાં. 

(11:51 am IST)