Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વાંકાનેરમાં શ્રી ગાયત્રી મંદિરે ગુરૂપૂર્ણિમાની ભકિતભાવપૂર્વક ઉજવણી

વાંકાનેર :વાંકાનેરમાં સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ગાયત્રી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સવારે વેદમાતા શ્રી ગાયત્રી માતાજીનું પૂજન , પૂજ્ય ગુરૂદેવશ્રીનું વિશેષ પૂજન શ્રી ગાયત્રી પરિવારના સહુ ભાવિક ભકતજનોએ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરેલ હતું , તેમજ શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઇ રાવલે પૂજન કરેલ હતું આ ઉપરાંત પાંચ કુંડનો ''શ્રી ગાયત્રી યજ્ઞ'' એવમ્ વિશ્વ કલ્યાણઅર્થે યોજાયેલ હતો જે દરેક યજ્ઞમાં શ્રી ગાયત્રી પરિવાર ના સભ્યો, ભકતજનો બેઠા હતા તેમજ સાંજે નિજ મંદિર માં ''ભવ્ય દીપમાલા'' સાથે મહા આરતી કરવામાં આવેલ હતી ગુરુપૂર્ણિમા ના પાવન પર્વે વાંકાનેર શહેરના નગરજનોએ દર્શનનો લાભ લીધો હતો સોસ્યલ ડિસ્ટન સાથે સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ હતી. 

(11:50 am IST)