Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જુનાગઢ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી નાસેલ માણાવદરનો દેવીપૂજક ધારીમાં ઝડપાયોઃ ત્રણ ચોરી કર્યાની કબૂલાત

જુનાગઢ તા. ર૮ :.. રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇ. ચા. પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા, ડી. એમ. જલુ તથા પો. સ્ટાફના માણસો જુનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. અને ગત તા. ૬-પ-ર૦ર૧ ના જુનાગઢ, સીવીલ હોસ્પીટલના પાંચમાં માળે આવેલ કેદી વોર્ડના સંડાસની બારી વાટેથી રવિ તુલસીભાઇ સોલંકી તથા ગોરધન રાયસિંગ બન્ને નાસી ગયેલ હતા જે બાબતે જૂનાગઢ એ ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર ૩ર૧૦૭ર૬-ર૦ર૧ ઇપીકો કલમ રર૪, ર૬૯, ર૭૦, ૧૧૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ ની કલમ પ૧ (બી) તથા ધી એપેડીક ડીસીઝ એકટ ૧૮૮૭ ની કલમ-૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ.આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં. દરમ્યાન પો. હે. કો. વિક્રમભાઇ ચાવડા તથા જયદિપ કનેરીયા તથા પો. કો. સાહિલ હુસેનભાઇ, ભરતભાઇ સોલંકીને હકિકત મળેલ રવિ તુલસીભાઇ સોલંકી હાલ ધારી રેલ્વે સ્ટેશન પાસે ઝૂપડામાં રહે છે અને મજૂરી કામ કરે છે. હકિકત મળતા ધારી રેલ્વે સ્ટેશન ખાતે જઇ તપાસ કરતા મજકૂર મળી આવતા તેને અંગજડતી કરતા રૂ. ૪૯૦, મો. ફોન ર કુલ કિ. રૂ. ૬૦૦૦, સોનાના દાગીના જેમાં કાનની બુટી નંગ ર, વીંટી નંગ-૧, કાન સર નંગ-૧, મળી આવતા તમામ વસ્તુઓ ચોરી કરેલાની હકિકત જણાવતા સી. આર. પી. સી. ક. ૧૦ર મુજબ કબ્જે કરી આરોપીએ એ ડીવીઝન પો. સ્ટે. સોંપવામાં આવેલ છે.

એ બે મહીના પહેલા પોતે તથા તેના ભાઇના સાસૂ નંદુબેન રાણાભાઇ બારીયા રહે. વેરાવળ-ડારી વાળી સાથે મળી વેરાવળની બહાર સાંઇબાબાનું મંદિર આવેલ છે ત્યાં ડારીના રસ્તે એક બંધ મકાનનું તાળું સાણસી વડે તોડી રોકડા રૂપિયા છ હજારની ચોરી કરેલ છે.દોઢેક મહિના પહેલા પોતે તથા તેના ભાઇના સાળા વિનોદ રાણાભાઇ બારીયા રહે. ડારી સાથે મળી ધારીની બાજુમાં આવેલ ડાંગાવદર ગામે દિવસના દોઢેક વાગ્યે મંદિર પાસે આવેલ એક રૂમનું તાળું સળીયાથી તોડી રોકડા રૂપિયા ત્રીસ હજારની ચોરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતા ધારી પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧૧૯૩૦૧૮ર૧૦-ર૦ર૧ આઇ. પી. સી. કલમ ૩૮૦, ૪પ૪ મુજબ દાખલ થયેલ.  વીસેક દિવસ પહેલા પોતે તથા તેના ભાઇના સાળા વિનોદ રાણાભાઇ બારીયા રહે. ડારી સાથે મળી ધારી તાલુકાના ભાયાવદર ગામે એક બંધ મકાને દિવસ દરમ્યાન સળીયા વડે તાળુ તોડી રોકડા રૂપિયા પચીસ હજાર તથા સોનાના દાગીનાની ચોરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતા ધારી પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૮ર૧ ૦૬૬૩-ર૦ર૧ આઇ. પી. સી. કલમ ૩૮૦, ૪પ૪ મુજબ દાખલ થયેલ હોવાની કબુલાત કરી છે.

એ. એસ. આઇ. વિ. એન. બડવા તથા પો. હેડ કોન્સ. વિ. કે. ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો. કોન્સ. સાહિલ સમા, દેવશીભાઇ નંદાણીયા, મયુરભાઇ કોડીયાતર, દિવ્યેશભાઇ ડાભી, ડ્રા. પો. કોન્સ. જગદીશભાઇ ભાટૂ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. 

(11:49 am IST)