Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ખંભાળીયા - ભાણવડ રોડ પર ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયાની વચ્ચેનો વધુ એક પુલ તૂટ્યો:વાહન વ્યવહાર ખોરવાયો

ડાયવર્ઝન રોડ અંગેની કાર્યવાહી ચાલુ; ટ્રાફિક કન્ટ્રોલ કરવા ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી

 

ખંભાળીયા - ભાણવડ રોડ પર ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયાની વચ્ચેનો વધુ એક પુલ તૂટ્યો. પુલ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો. હાલમાં ગુંદાગામમાં થઈને રોડ ડાયવર્ટ કરાયો હોવાની માહિતી મળી રહી છે. પુલના બંને બાજુ વોકળો આવેલ હોવાથી ત્યાં બાજુમાં ડાયવર્ઝન રોડ બની શકે તેમ નથી. બનાવને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન રોડ અંગેની કાર્યવાહી ચાલુ કરાઈ છે. ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી છે.

 

ગુંદા ગામથી આગળ ગુંદલા ગામ પાસે સોરઠી નદી પરનો પુલ પણ ગત વર્ષના વરસાદમાં તૂટ્યો હતો જે પુલનું નવીનીકરણ પણ હજુ સુધી થયું નથી એક વર્ષથી બાજુમાં ડાયવર્ઝન રોડથી કામ ચલાવાઈ છે ત્યારે હાલમાં નજીકમાં વધુ એકે પુલ તૂટતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે.

(11:03 pm IST)