Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાના હસ્તે સન્માન

જૂનાગઢ,તા.૨૮: ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનેઙ્ગ ચાલુ સાલથી ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરી, ગુજરાતના ડીજીપી ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. ગુજરાત એવું સાતમું રાજય છે, જયા ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાદીની ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક ૨૦૨૦ માટે પસંદગી કરવામાં આવેલ હતી. જેઓ બંનેને આજરોજ કરાઈ તાલીમ અકાદમી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી શિવાનંદ ઝાના હસ્તે ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ અનુસંધાને રાખવામાં આવેલ લોક ડાઉન દરમિયાન જરૂરિયાત મંદોને અનાજ કરિયાણાની કીટ મોકલાવી, કેન્સરની દવા મંગાવી, કેન્સરના દર્દીઓને સારવાર માટે રાજકોટ કેન્સર હોસ્પીટલ મોકલવા તજવીજ કરી, બહારગામથી વસ્તુઓ મંગાવી આંગડિયા પેઢી જેવી કામગીરી કરી, લોકો ઘરમાં રહે તે માટે વોટ્સએપ દ્વારા મેસેજો મોકલી જાગૃતતા લાવી, લોક ડાઉનનો અમલ કરાવી, દરેક વર્ગના તથા જ્ઞાતિના લોકો સાથે સહિષ્ણુતા રાખી, ગરીબ માણસો તથા બેકાર થયેલા રીક્ષા ચાલકોને પણ અનાજ કરિયાણાની કિટો પહોંચાડી, બંદોબસ્ટમાં રહેલ પોલીસ સતાફને પણ ચા પાણી, ધોમ ધખતા તડકામાં છાંયડો કરી, સતત રાત દિવસ જોયા વગર કરવામાં આવેલ સોશિયલ પોલીસિંગની ઉમદા કામગીરી આજે પણ જૂનાગઢ વાસીઓમાં પ્રસંશાને પાત્ર બની છે.

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ તો ભૂતકાળમાં પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર, સુરેન્દ્રનગર લીંબડી, વિગેરે મહત્વની જગ્યાઓ ઉપર સારી કામગીરી કરી, લોકોના દિલમાં જગ્યા બનાવેલ છે, જેઓને આજે પણ લોકો યાદ કરે છે. આ પહેલા પણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સને ૨૦૧૬ મા રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ, ૨૦૧૮ ની સાલમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી તરફથી ઇ કોપ એવોર્ડ, ૨૦૧૮ ની સાલમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એકસલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ પણ મળેલ છે. ઉપરાંત, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમા સારી કામગીરી કરવા બદલ લીંબડી, ચોટીલા અને વિસાવદર ખાતે ગુજરાત રાજયના મંત્રીશ્રીઓ દ્વારા પણ ત્રણ વખત સન્માન થયેર્લં છે. તાજેતરમાં કોરોના વાયરસના અનુસંધાને રાખવામાં આવેલ લોક ડાઉન દરમિયાન પણ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવા બાદલ જૂનાગઢની જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ તથા જ્ઞાતિઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા

ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી શિવાનંદ ઝાના હસ્તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાદીનેઙ્ગ ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવતા, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

(12:54 pm IST)