Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પોરબંદર જિલ્લામાં ફેલાતુ જતુ કોરાના સંક્રમણ : વધુ ૪ પોઝીટીવ કેસ

પોરબંદર, તા. ર૮ : જિલ્લામાં કોરાના સંક્રમણ ફેલાતુ જાય છે. ગઇકાલે કોરાનાના વધુ ૪ પોઝીટીવ કેસ આવ્યા હતાં.

કોરાના પોઝીટીવ ૪ કેસમાં ૩ર વર્ષના મુળ બિહારના અને હાલ પોરબંદર છાંયા પંચાયત ચોક પાસે રહેતો યુવાન, અન્ય ર યુવાનો ૩૦ વર્ષ તેમજ  કુછડી રબારી કેડામાં રહેતા ૪ર વર્ષની વ્યકિતનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

ગઇકાલે કોરાના શંકાસ્પદ ૮૯ કેસના નમૂના લેવામાં આવ્યા હતાં જેમાં ૮૧ કેસના નેગેટીવ રિપોર્ટ, ૪ કેસ પોઝીટીવ, ૩ કેસ રીજેકટ તથા એક કેસનો હજુ રિપોર્ટ બાકી છે. છેલ્લા ૩ દિવસમાં કોરાનાના ૮ પોઝીટીવ કેસ આવેલ છે.

(12:48 pm IST)