Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પોરબંદરમાં વરલી જુગાર રમતો યુવાન ૧૦ હજાર રોકડ સાથે ઝડપાયો

પોરબંદર, તા., ૨૮: જાહેરમાં વરલીના આંકડા લઇને જુગાર રમતા મોહીત જગદીશભાઇને પોલલીસે રૂ. ૧૦૭૦૦ રોકડ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસીંગ પવાર સાહેેબ દ્વારા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક રવી મોહન સૈની દ્વારા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ-ફર્લો સ્કોડના ઇ.ચા. પો. સબ ઇન્સ. એચ.સી.ગોહીલના માર્ગદર્શન અને સુચના હેઠળ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફે ચોક્કસ બાતમી રાહે જીઇબી કચેરી સામે જાહેરમાં વરલી મટકાના આંકડાના જુગાર અંગે રેઇડ કરી આરોપી મોહીત જગદીશભાઇ રાયપુર રહે. ભદ્રકાલી પાટા પાસે વાળાને જાહેરમાંથી વરલી મટકાના આંકડાઓ ઉપર જુગાર રમતા જુગારના સાહિત્ય તથા રોકડ રકમ ૂરૂ.૧૦૭૦૦ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

આ કામગીરી જમાદાર અરવિંદભાઇ સવનીયા તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ તથા કોન્સ્ટેબલ દેેવેન્દ્રસિંહ ગોહીલ તથા વજશીભાઇ વરૂ તથા રોહીતભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલ છે.

(12:08 pm IST)