Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણ વિછીંયામાં શ્રાવણ સરવડાથી ખેડૂતો ગેલમાં મગફળીમાં ફુલ ઉઘડવા લાગ્યા

મગફળી ઉપરાંત કપાસ જુવાર, બાજરી, કઠોળ તેમજ શાકભાજીના વાવેતર માટે ઉજળા સંજોગો

જસદણ,તા.૨૮ : જસદણ વિછીંયા શહેર પંથકમાં શ્રાવણી સરવડા શરૂ થતા સારા વરસાદની આશાએ ધરતી પુત્રો ખુશ ખુશાલ જણાય રહ્યા છે.  અહીંના મુખ્ય પાક એવા મગફળીમાં ફુલ ઉઘાડવા લાગ્યા છે. સુયા બેસવાની તૈયાર છે. તેમજ કપાસમાં રાતા પીળા ફુલ સાથે સાપવા બેસવા લાગ્યા છે તો જુવાર બાજરી મકાઇ () ભમ્મરીયે છે મગ અડદ તલમાં શીંગુ આવવા લાગી છે.તેમજ તરબુચ ચીભડુ કાકડી,ભીંડો, ગુવાર, ચોળી, વાલ, વાલોળ, () ટીંડોળા, દુધી, કારેલી, ઘીસોડા, ગલકાના વેલા ફાલ સાથે ભારે કોળપમાં જોવા મળે છે.

 

અત્યાર સુધી ()ને જરૂર મુજબ વરસાદ થયો છે હાલ પણ () રહેલી બાદ શ્રાવણ માસના ઝાપટા સરવડા શરૂ થયા છે. જેથી મોલાત ખુશ ખુશાલ છે. અને લોકો કોરોના કહેર થી બેહાલ છે.

આ બાબતે યુવા ખેડુત નેતા જીગ્નેશભાઇ હીરપરા એ જણાવ્યું હતું કે મોલાતને જરૂર મુજબ વરસાદ થયો છે. પરંતુ હવે એકપુરમે થાય તો કુવા બોરના તળ ઉચા આવે અને ખેડુતો રવીપાક પણ સારો એવો લઇ શકે તેવી વરૂણ દેવને પ્રાર્થના કરી હતી

(11:41 am IST)