Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ભુજના યુવાન સાથે રાજકોટના દંપતીની ૨.૩૪ લાખની છેતરપીંડી

રાજકોટના જિતેન્દ્ર ઠકકર અને પારુલ ઠકકર સામે ભુજ પોલીસમાં ફરિયાદ

ભુજઃ તા.૨૮, ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા દક્ષાબેન અશોક ધોળકિયા (ઉ.૬૫) નામના વૃદ્ઘાએ પોતાના પુત્ર વિશ્વેશ સાથે રાજકોટના દંપતી જિતેન્દ્ર અને પારુલ ઠકકર સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ૨.૩૪ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર જિતેન્દ્ર અને પારુલ ઠકકરે દ્યણા સમય પહેલા ભુજમાં લાયન્સ હોલ મધ્યે હર્બલ લાઈફ ઇન્ટરનેશનલનો સેમિનાર યોજયો હતો. જેમાં જોડાયેલા વિશ્વેશ ધોળકીયાને રૂ. ૫ હજાર ભરાવડાવી રાજકોટ ટ્રેનિગમાં બોલાવી હર્બલ લાઈફ કંપનીની પ્રોડકટ વેચશે તો સુપરવાઈઝર બનાવી દેવાની વાત કરી હતી. જેને પગલે ફરિયાદી મહિલા દક્ષાબેનના જણાવ્યા પ્રમાણે વિશ્વેશે જલ્દી સુપરવાઈઝર બનવાની લાલચમાં ૩ લાખ ૧૫ હજાર રૂ.ની કંપનીની પ્રોડકટ ખરીદી હતી. જે પૈકી તેમની પાસે અમુક માલ ભુજમાં વેચાઈ ગયો હતો. પણ અન્ય માલ ન વેંચાતા રૂ. ૨.૩૪ લાખની કિમતનો માલ જિતેન્દ્ર અને પારુલ ઠકકર ભુજ ફરિયાદીના દ્યેર આવી પરત લઈ ગયા હતા અને રૂપિયા તેમનાં બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવાની વાત કરી હતી. પણ, લાંબા સમયથી વાયદાઓ કર્યા પછી'યે રૂપિયા જમા ન કરાવતા અંતે જિતેન્દ્ર ઠકકર અને પારુલ ઠકકર એ બન્ને વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

(11:58 am IST)