Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ખંભાળીયા તા ૩૦ થી ત્રણ દિવસ કલા મહાકુંભ યોજાશે

ખંભાળીયા તા ૨૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઇ રાવલિયાની આગેવાનીમાં તા ૩૦ થી ત્રણ  દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતસરકાર દ્વારા રાજયનાબાળકો તથા યુવાધન ની અંદર રહેલી કલા ગાયન, વાદન, સંગીત, નૃત્ય અને અભિનયની શકિતઓ બહાર લાવવા માટે કલાકૃત કાર્યક્રમ જિલ્લા કક્ષાનો ખંભાળીયામાં ચાર રસ્તા પાસ ેઆહિર સમાજની વાડી ખાતે યોજાયો છે.

તા. ૩૦ ના ગાયન અને સંગીત વિભાગની સ્પર્ધાઓ થશે. તા. ૩૧ ના રોજ વાદન વિભાગની સ્પર્ધાઓ થશે તથા તા ૧/૮/૧૮ ના રોજ નૃત્ય અને અભિનય વિભાગની સ્પર્ધાઓ થશે.

(12:36 pm IST)