Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ટોકરાળા નર્મદા કેનાલ પાસેથી ૩ કોથળા ભરેલ દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

વઢવાણ, તા. ૨૮ :. ટોકરાળા નર્મદા કેનાલ પાસે એ.એસ.આઈ. એમ.બી. જાડેજા, પો. હેડ કોન્સ. ભીમાભાઈ બી. સભાડ, પો.કો. વિનોદભાઈ બી. સોલંકીએ બે મો.સા. હિરો સ્પ્લેન્ડર પ્રો. જેના નં. જીજે ૧૩ એસી ૬૧૧૮ તથા બજાજ ડીસ્કવર મો.સા. નં. જીજે ૧૩ આરઆર ૦૯૭૦મા ત્રણ કોથળા બાંધેલ હોય જે ચેક કરતા દેશી દારૂ લીટર ૧૫૦ની કિં. રૂ. ૩,૦૦૦ તથા પ્રથમ મો. સા. કિં. રૂ. ૧૫,૦૦૦ તથા બીજા મો.સા.ની કિં. રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૨૮,૦૦૦નો મુદામાલ તથા આરોપી બળદેવભાઈ ઈશાભાઈ રવોદરા ચુ.કોળી (ઉ.વ.૪૦) ધંધો મજુરી રહે. પાણશીણા તથા એક કાયદાના   સંઘર્ષમાં આવેલ બાળકને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.(૨-૧૦)

(11:48 am IST)