Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

કાલે જયાપાર્વતી વ્રતનું જાગરણ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરવા લાયક સ્થળોએ આખી રાત્રી લોકો ઉમટશે

રાજકોટ, તા. ર૮ : યુવતિઓ દ્વારા જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ કાલે રાત્રીના જયાપાર્વતી વ્રતનું જાગરણ કરવામાં આવશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને રોમીયોગીરી કરનારા તત્વો સામે પગલા લેવાશે.

રાજુલા

રાજુલા : વૈદિક કાળથી બહેનો જયાપાર્વતી વ્રત અને મોળાકાત રહે છે જેમાં પાંચ દિવસ સુધી અલુણા મતલબ કે મીઠા વગરનો મોળો ફળાહાર કરી ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં જઇને ઉમા-મહેશ્વર એટલે કે શંકર-પાર્વતીનું પૂજન અર્ચન કરે છે તદ્ઉપરાંત જુવારાનું પણ પૂજન કરે છે જેમાં પૂજાપાની સામગ્રી નાગલો ચુંદડીથી પૂજન અર્ચન કરે છે.

કુવારી દિકરીઓ પોતાને સારો અને મનગમતો વર (ભરથાર) મળે તેવી ભાવનાથી અને પરણિત બહેનો પોત-પોતાના પતિને નિરોગી અને દિર્ધાયુષ પ્રાપ્ત થાય અને પોતાનો ચુડલો અખંડ રહે તેવી અપેક્ષા અને ભાવનાથી આ વરતની ઉજવણી કરે છે.

આ દિવસો દરમિયાન મોટાભાગના પરિવારોમાં ભારે ધર્મમય વાતાવરણ ઉભુ થાય છે અને શિવાલય સહિત દરેક દેવ મંદિરમાં બહેનોની ભારે ભીડ જોવા મળે છે. રાજુલા મુકામે શહેરની મધયમાં આવેલ ધર્મશાળા પરિસરમાં આવેલ શિવાલય સહિત શહેરના દરેક શિવાલય અને અનય દેવ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. ધર્મશાળા પરિસરમાં બહેનોની સલામતીને લક્ષમાં લઇ પોલીસ ખાતા દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. શહેરમાં પણ ફળાહારના તથા ફ્રુટનો વેપાર કરતા ધંધાર્થીઓમાં તેજીનો માહોલ જોવા મળેલ હતો. (૮.૯)

(11:47 am IST)