Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પ્રભાસપાટણ : સોમનાથ થી હરિદ્વાર બે યાત્રાધામ વચ્ચે ટ્રેનની સુવિધા ઉભી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

પ્રભાસપાટણ તા.૨૮ : સોમનાથ મહાદેવ પ્રથમ જયોર્તિલીંગ છે અને તેના દર્શને દેશ અને વિદેશના અસંખ્ય પ્રવાસીઓ આવે છે તેમજ સોમનાથ મંદિરની સાસણ  મુકામે એશિયાભરનું પ્રખ્યાત ગીર અભ્યારણ્ય જયા સોરઠના સિંહો વસવાટ કરે છે. આ પવિત્ર યાત્રાધામ સોમનાથ અને હરિદ્વાર વચ્ચે ટ્રેન ચાલુ કરવી જરૂરી છે. જેથી લોકોને અવરજવરમાં અનુકુળતા રહે છે.

સોમનાથ અદ્યતન રેલ્વે સ્ટેશન આવેલ છે અને જયારે આ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવેલ ત્યારે રેલ્વે મંત્રીએ જાહેરાત કરેલ હતી કે સોમનાથને ભારતના દરેક યાત્રાધામ સાથે જોડતી ટ્રેનો ચાલુ કરવામાં આવશે. જેને ઘણો સમય થવા છતા આજ દિવસ સુધી આ સુવિધા લોકોને મળેલ નથી. યાત્રાધામ હરિદ્વાર સાથે જોડતી ટ્રેન શરૂ કરવી જોઇએ.

ભારત આઝાદ થયા બાદ ગુજરાત અને તેમા સૌરાષ્ટ્રને રેલ્વે તંત્ર દ્વારા અન્યાય થતો આવ્યો છે અને સોમનાથ જેવુ પવિત્ર યાત્રાધામ આવેલ છે છતા સોમનાથ હરિદ્વાર જોડતી ટ્રેન ચાલુ કરવામાં આવેલ નથી. આ બાબતે સોમનાથ પ્રભાસપાટણના વેપારી અગ્રણી અશોકભાઇ નાથાભાઇ ગઢીયા દ્વારા રેલ્વેમંત્રી, રેલ્વે ડિવીઝન સુપ્રીટેન્ડન્ટ, સાંસદ ગીર સોમનાથ સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે.

(11:33 am IST)