Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

માળિયા અણીયારી ટોલનાકેથી માટીની બોરીની આડમાં લઇ જવાતો લાખોનો દારૂ ઝડપાયો.

મધ્યપ્રદેશથી ગાંધીધામ લઇ જવાતો દારૂ ઝડપાયો દારૂ, મોબાઈલ, ટ્રક શીત ૫૬.૨૩ લાખની મત્તા કબજે.

માળિયા અણીયારી ટોલનાકા નજીકથી એલસીબી ટીમે માટી ભરેલ બોરીની આડમાં છુપાવીને લઇ જવાતો ૪૬ લાખથી વધુના દારૂ સાથે ટ્રકચાલકને ઝડપી લઈને ટ્રક, દારૂનો જથ્થો મળીને કુલ ૫૬.૨૩ લાખનો મુદામાલ કબજે લીધો છે અને વધુ તપાસ ચલાવી છે
 
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદથી માળિયા તરફ આવતી ટ્રકમાં ભરેલ બોરીઓની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવીને લઇ જવાતો હોવાની બાતમી મળતા ટીમે માળિયા અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી જેમાં ટ્રક જીજે ૦૬ યુ ૫૧૪૮ વાળો પસાર થતા ટ્રકને આંતરી લીધો હતો જે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૭૯૨૦ કીમત રૂ ૨૯,૭૦,૦૦૦, રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ ૧૧૬૪ કીમત રૂ ૪,૬૫,૬૦૦, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૧૧૮૮ કીમત રૂ ૬,૧૭,૭૬૦, ઓલ સીઝન વ્હીસ્કી નંગ ૯૩૬ કીમત રૂ ૫,૬૧,૬૦૦ મળી આવતા પોલીસે લાખોનો દારૂનો જથ્થો તેમજ ટ્રક કીમત રૂ ૧૦ .લાખ, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૩૪૦૦ મળીને કુલ રૂ ૫૬,૨૩,૩૬૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
અને ટ્રક ચાલક આરોપી હનુમાનરામ વીરમાંરામ જાખડ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો માલ મોકલનાર આરોપી નાથારામ તગારામ ચૌધરી રહે બાડમેર રાજસ્થાન અને માલ મંગાવનારમાં મોબાઈલ નંબર ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ગાંધીધામ લઇ જવાતો હોવાનું ખુલ્યું છે ત્યારે ગાંધીધામમાં દારૂનો જથ્થો મંગાવનાર કોણ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે
 જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રામભાઈ મઢ, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જોડાયેલ હ

(10:39 pm IST)