Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદરમાં કારના એન્‍જીનના પાર્ટની ચોરી કરનાર ઝડપાયો

પોરબંદર તા. ર૮ :.. કમલાબાગ સર્વેલન્‍સ સ્‍કોડ દ્વારા કારના એન્‍જીનના પાર્ટની ચોરી કરનાર ધનસીંગ ગોસ્‍વામીને પોલીસે પકડી પાડતા કારના એન્‍જીનના પાર્ટની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

શહેરના ડીવાયએસપી આર. એન. રાઠવા તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ એચ. બી. ધાંધલ્‍યાના માર્ગદર્શન મુજબ કમલાબાગ પોલીસ સ્‍ટેશનની સર્વલન્‍સ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. ભરતસિંહ તથા પો. કો. વિજયભાઇને ખાનગીરાહે બાતમીરાહે હકિકત મળેલ કે, ચૌપાટી રામદેવપીરના મંદિર પાછળના ભાગે એક ઇસમ લોખંડનો ભંગાર સંતાડે છે. જેથી તુરત હકિકતવાળી જગ્‍યાએ આવતા ધનસીંગ અમરસીંગ ગોસ્‍વામી (ઉ.ર૭) રે. કર્લીપુલ પાસે ઝૂંપડ પટ્ટી, ઇસમ ત્‍યાં હાજર હોય તેની પાસે ત્રણ પ્‍લાસ્‍ટીકના બાચકા હોય જેથી તેની પાસે રહેલ બાચકા ખોલી જોતા તેમાં લોખંડના એન્‍જીનના પાર્ટ હોય સદરહુ એન્‍જીનના પાર્ટ કયાંથી અને કોની પાસેથી લઇ આવેલા નું પુછતા અને તેનું બિલ માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી પુછપરછ કરતા સવારના છાંયા સીગ્‍મા સ્‍કુલ સામે આવેલ ગેરેજ પાસે પડેલ કારમાંથી પાર્ટની ચોરી કરી અહી છૂપાવી રાખેલાની પોતે કબુલાત આપતા અને સદરહુ મુદામાલ વેરીફાઇ કરતા સદરહુ મુદામાલ કમલાબાગ પોલીસ સ્‍ટેશન આઇ. પી. સી. ૩. ૩૭૯ મુજબના ગુન્‍હાનો મુદામાલ હોય જેથી મુદામાલ આશરે કિ. રૂા. ૩૦,૦૦૦ ગણી કબ્‍જે કરવામાં આવેલ અને ચોરીનો અનડીટેકટ ગુન્‍હો ડીટેકટ કરવામાં આવેલ છે.

કમલાબાગ પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એચ. બી. ધાંધલ્‍યા તથા સર્વેલન્‍સ સ્‍કોડના એ. એસ. આઇ. આર. પી. જાદવ, વી. એમ. આગઠ, બી. એલ. વિંઝૂડા તથા પો. હેડ કો. બી. કે. ગોહીલ તથા પો. કો. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્‍દ્રસિંહ, અક્ષયભાઇ, વિગેરે પોલીસ સ્‍ટાફ ચોરીનો ભેદ ઉકેલવામાં કામગીરીમાં જોડાયેલ હતાં.

(1:31 pm IST)