Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામનગરના ધુનાધોરાજીમાં ખેતરમાં ટ્રેકટર ચલાવવા બાબતે બઘડાટી : સામ - સામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮ : કાલાવડ તાલુકાના ધુના ધોરાજી ગામે રહેતા પ્રગ્નેશભાઈ બાબુભાઈ વીરાણી, ઉ.વ.૩પ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૬-ર૦રરના ફરીયાદી પ્રગ્નેશભાઈએ આરોપી પીયુષભાઈ ગોકળભાઈ નારીયાના બહેનને તેના ખેતરમાં ટ્રેકટર ચલાવી નીકળવાની ના પાડતા આરોપીઓ પીયુષભાઈ ગોકળભાઈ નારીયા તથા બે અજાણ્‍યા માણસોએ ફરીયાદી પ્રગ્નેશભાઈના ઘર પાસે જઈને એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી પ્રગ્નેશભાઈ તથા ફરીયાદી પ્રગ્નેશભાઈના પત્‍ની સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે ફરીયાદી પ્રગ્નેશભાઈના પત્‍ની ને બંન્‍ને હાથ ઉપર મુંઢ ઈજા તથા ફરીયાદી પ્રગ્નેશભાઈને પગના સાથળના ભાગે તથા શરીરે લાકડાના ધોકા વડે માર મારીને બંન્‍ને મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

કાલાવડ તાલુકાના ધુના ધોરાજી ગામે રહેતા જાગૃતિબેન રાજેશભાઈ સવજીભાઈ વિરાણી, ઉ.વ.૪૦ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૬-ર૦રરના આરોપી પ્રગ્નેશભાઈએ ફરીયાદી જાગૃતિબેનને તેના ઘર પાસે જઈને તેના ઘરની બહાર બોલાવી ફરીયાદી જાગૃતિબેન બહાર જતા તેણીને કહેવા લાગેલ કે તમે અમારી વાડીમાંથી ટ્રેકટર કેમ હલાવ્‍યુ તું ? તેમ કહીને  ગાળો બોલી ને ફરીયાદી જાગૃતિબેન ને કહેલ કે તારી આગળ તારો ઘરવાળો કે તારો સસરો કોઈ છે નઈ હવે પછી આમ બન્‍યુ તો તને મારીને કુવામાં નાખી દઈશ કોઈને ખબર નહી પડે તેમ કહીને મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દુકાનમાં સામાન્‍ય બાબતે બઘડાટી

 કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે રહેતા પરષોતમભાઈ અરજણભાઈ વસોયા, ઉ.વ.૬૦ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૬-ર૦રરના ફરીયાદી પરષોતમભાઈ તથા સાહેદ તેના ગામમાં સાહેદની દુકાને બેઠેલ હતા ત્‍યારે આરોપી પ્રવિણસિંહ રતુભા જાડેજા એ સાહેદને દુકાન ખોલવાની ના પાડતા તથા ભુંડા-ગાળો દેતા ફરીયાદી પરષોતમભાઈએ આરોપી પ્રવિણસિંહને ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રવિણસિંહ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી પરષોતમભાઈ ને કાઠલો પકડીને શરીરે ના છાતીના ભાગે તથા મોઢાના ભાગે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી ફરીયાદી પરષોતમભાઈ તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સમાણા ગામે જુગાર રમતા છ ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. એ.એમ. પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૬-ર૦રરના આંબેડકર-ર સોસાયટી, સમાણા ગામે આરોપીઓ વશરામભાઈ મંગાભાઈ પરમાર, જેન્‍તીભાઈ જાદવભાઈ વાદી, નાનજીભાઈ રુડાભાઈ વાઘેલા, વાલજીભાઈ હિરાભાઈ પરમાર, અમરીશભાઈ રાજાભાઈ ચાવડા, દેવશીભાઈ વાલજીભાઈ પરમાર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૧પ૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

શંકરટેકરીમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ જગદીશભાઈ સિંહલાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૬-ર૦રરના શંકરટેકરી, સુભાષપરા શેરી નં.ર ભાણુભાની દુકાનથી આગળ, મીલની સામેની શેરી,  સંજયભાઈ ની દુકાની સામે જામનગરમાં આરોપીઓ ધનરાજભાઈ ઉર્ફે ધનો મગનભાઈ નાનજીભાઈ મકવાણા, ભારતીબેન ધનરાજભાઈ મગનભાઈ મકવાણા, મનીષાબેન અનીલભાઈ ખીમજીભાઈ મકવાણા, મંજુબેન ખીમજીભાઈ દેવજીભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩રર૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

દિ.પ્‍લોટ-૪૦માં જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૬-ર૦રરના દિ.પ્‍લોટ-૪૦, જીગર હેર આર્ટની બાજુમાં આરોપી જયસુખભાઈ મણીલાલ કનખરા, રાજેશભાઈ જગજીવનભાઈ નંદા, અલ્‍પેશભાઈ કાંતીભાઈ નંદા, ફાલ્‍ગુનભાઈ મુકેશભાઈ નાખવા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર,૭૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ખાખરા ગામના પુલ પાસે દારૂની છ બોટલ સાથે ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૬-ર૦રરના ખાખરા ગામના પુલ પાસે આરોપી મહેન્‍દ્રસિંહ ઉર્ફે મહેશસિંહ રામસિંહ જાડેજા એ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૬, કિંમત રૂ.૩,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ખંભાળીયાના નાકા પાસે દારૂની બોટલ સાથે બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-૬-ર૦રરના ખંભાળીયા નાકા પાસે આરોપી પ્રવિણભાઈ હરીશભાઈ રાઠોડ, વિક્રમભાઈ વિજયભાઈ મોડલીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- ની પોતાના કબ્‍જાના એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-બી.એલ.-૦૩૬ર જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.૧૦,પ૦૦/- મળી કુલ રૂ.૩૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ટુ વ્‍હીલર લઈને જતા યુવક અને તેની બહેનને માર માર્યો

અહીં શંકરટેકરી, ૪પ-દિ.પ્‍લોટ, સુભાષપરા શેરી નં.૧ માં રહેતા કુનાલસિંહ જયરાજસિંહ ચૌહાણ, ઉ.વ.૪પ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-૬-ર૦રરના ગણેશવાસ પાસે ફરીયાદી કુનાલસિંહ મોટરસાયકલ લઈને જતા હતા ત્‍યારે આરોપી આકાશ તેને રોકી થપ્‍પડ મારી ગાળો આપી તલવાર ફરીયાદી કુનાલસિંહને મારવા જતા ફરીયાદી કુનાલસિંહના બહેન તનીષાબા વચ્‍ચે આવતા તેના માથામા ઈજા થતા અને આરોપી મેહુલ તથા  તેનો મીત્ર અજાણ્‍યા ઈસમે લાકડાના ધોકાથી ફરીયાદી કુનાલસિંહના બહેનને ઈજા કરી ફરીયાદી કુનાલસિંહને મારમારી એકબીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:28 pm IST)