Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને ર૬ લાખની ઠગાઇ આચરનાર ભાવનગર પંથકનું પટેલ દંપતિ ઝબ્બે

જુનાગઢ તા.ર૮ : સાયબર પો.સ્ટે. જુનાગઢ રેન્જ જુનાગઢના ગુર.નં.૧૧ર૦૩૦૭૧રર૦૦૧ર-ર૦રર આઇ.પી.સી. નાકરા, તા. માણાવદર ખાતે બનેલ છે અને સદરહુ ગુનાના કામે ફરીયાદી ડો. રોહનકુમાર મણીલાલ લકકડ પટેલ ઉ.વ.૩૩ ધંધો તબીબી રહે. મુળ ગામ નાકરા  હાલ એ૧૧ ક્રિસ્ટલ યજ્ઞપુરૃષ કોલાબેરાની પાછળ ગોત્રી સેવાસી રોડ, ગોત્રી વડોદરાવાળા છે.

હકિકત એવી છે કે ફરીયાદીએ નીટ પી.જી.પરીક્ષા એમ.ડી. એમ.એસ.ની પરીક્ષા) માટેનું ફોર્મ ભરેલ  તેમાં ફરીયાદીએ પોતાના ડેટા ઓનલાઇન ફોમર્મા ભરેલ જે ઓનલાઇન ફોર્મના ડેટા આરોપીઓએ કોઇપણ પ્રકારે મેળવી અજાણી વ્યકિતએ વિશાલ સિંઘ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી તથા આ વિશાલસિંઘ નામ ધારણ કરનાર વ્યકિત ફરિયાદીના મોબાઇલમાં ફોન કરી એડમીશન બાબતે ટેલીફોનીક કોમ્યુનિકેશન વાતચીત કરી ફરીયાદીને એમ.ડી.મેડીશનમાં એડમીશન અપાવી દેવાની લાલચ આપી અને આ કામે અન્ય સહ આરોપીઓ (૧) સતીષભાઇ ભુપતભાઇ કાનાણી રહે સુરત (ર) સોનલ સતીષ કાનાણી રહે સુરત (૩) અજાાયો (૪) રણજીત નામનોઇસમ (પ) લવ ગુપ્તા નામનો ઇસમ તથા (૬) રાજેશ ગૃહા નામનો અજાણ્યો ઇસમ તથા (૭) અજાણ્યા કોટક મહીન્દ્રા બેંકના એકા.નં.રર૧ર૬૧પ૩૩૧ નો ઉપયોગ કરનાર વ્યકિતઓએ સાથે મળી એકબીજાની મદદગારી કરીફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી એડમીશન ફી પેટેના કુલ રૃા.૩ર,૦૦,૦૦૦ પડાવી લઇ એડમીશન નહી  કરાવી આપી તેમાંથી રૃા.૬,૦૦,૦૦૦ ફરીયાદીને પરત આપી દઇ બાકી રહેતા ર૬,૦૦,૦૦૦ પરત નહી આપી ફરીયાદી સાથે ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરી ગુન્હો કરેલ છે.

તપાસ રીડર પો. ઇન્સ. કે.કે.ઝાલા જુનાગઢ રેન્જ આઇ.જી.પી.સી.ના કચેરીના માર્ગદર્શનહ ેઠળ સાયબર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. આર.વી.વાજાનાઓએ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરનો ઉપયોગ કરનારની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પાસેથી માહિતી મેળવી આરોપી (૧) સતીષ ભુપતભાઇ કાનાણી પટેલ ઉ.વ.૩૦ ધંધો વેપાર તથા (ર) સોનલબેન સતીષ ભુપતભાઇ કાનાણી પટેલ ઉ.વ.ર૯ ધંધો ઘર કામ રહે બંન્ને સુરત પ્લોટ નં.રર શિવનગર સોસાયટી મોટા વરાછા મુળ ગામ મુલાણી સમઢીયાળા તા. પાલીતાણાનેે  અટક કરવામાં આવેલ છે.

આ કામના પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એકબીજાની મદદથી મેડીકલ કોલેજમાં એડમીશન લેવા માટે ઇચ્છા ધરાવતા યુવકોનો સંપર્ક કરી તેમની સાથે ફોન પર વાતચીત કરી તેમજ રૃબરૃ મુલાકાત કરી વિશ્વાસમાં લઇ, મેડીકલ કોલેજમાં એડમીશન મેળવી આપીશુ તેવો વાયદો કરી મેડીકલ એડમીશનના નામે લાખો રૃપિયા પડાવી એડમીશન ન થતાં રૃપીયા પરત નહી આપી ગુન્હો કરતા હોય છે.

રીડર પોલીસ ઇન્સ. કે.કે.ઝાલા  સાયબર પો.સ્ટે.ના પો. ઇન્સ. આર.વી. વાજા તથા શ્રી એસ.એન.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. એસ.જી.ચાવડા તથા પી.જે.રામાણી તથા વાયરલેશ પો.સબ. ઇન્સ. એન.એ.જોષી, એ.એસ.આઇ. જે.પી.મેતા તથા પો. હેડ કોન્સ. દિપકભાઇ  લાડવા કિરણભાઇ કરમટા તથા રમેશભાઇ શીંગરખીયા પો. કોન્સ.  અરવિંદભાઇ સોલંકી વિગેરેનાઓના ટીમ વર્ક  દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(1:24 pm IST)