Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જોડિયામાં બાળકો માટે ફ્રી નિદાન કેમ્‍પ

જોડિયા : જામનગરની એપલ હોસ્‍પિટલના બાળ નિષ્‍ણાંત ડોક્‍ટર કલ્‍પેશ એસ. મકવાણા દ્વારા એક નવી પહલની સાથે તાલુકા અને ગામડાઓનાં બાળ દર્દીઓને ઘર આંગણે વિના મૂલ્‍યે નિદાન અને સારવાર આપીને ગરીબ પરિવારને રાહત મળી રહે તેવા સાર્થક પ્રયાસના ભાગરૂપે જોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં બાર જેટલા ફ્રી સેવા કેમ્‍પનું આયોજન કરી ચુકયા છે.જે અંતર્ગત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, જોડિયા વિસતારના નવજાત શિશુ અને બાળકો માટે કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના હસ્‍તે દીપ પ્રાગટય વિધિ કરાઈ હતી. આ પ્રસંગે જોડિયા તાલુકા ભાજપા પ્રમુખ ભરતભાઈ દલસાણિયા તથા જેઠાલાલ અધેરા,  વિસ્‍તારના ખેડૂત અને સામાજિક આગેવાન મગનભાઈ બી. કાનાણી ે ઉપરાંત  મેડીકલ ઓફિસર ડો. વિરેન્‍દ્રકુમાર તથા ગામના આગેવાન અસલમ પઠાણ, અશોક વર્મા, ઉપસ્‍થિત રહી ડો. કલ્‍પેશ મકવાણાની સેવાને બિરદાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : રમેશ ટાંક જોડિયા)

(1:15 pm IST)