Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જૂનાગઢ જીલ્લામાં યોગ સપ્‍તાહની ઉજવણી : ૨૧,૭૭૬ લોકોએ લાભ લીધો

આયુષ હેલ્‍થ એન્‍ડ વેલ સેન્‍ટર દ્વારા યોગ વિશે માહિતી અપાઈ, પોસ્‍ટર પ્રદર્શન

રાજકોટ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જયારે યોગ ફોર હ્યુમેનિટી સ્‍લોગન આપ્‍યુ છે જે સર્વથા ઉચિત છે. હાલની પરિસ્‍થિતિમાં લોકોની શારીરિક તેમજ માનસિક સંતુલન જાળવવાની ક્ષમતામા ઘટાડો થયો છે ત્‍યારે યોગના માધ્‍યમથી શારીરીક અને માનસિક સ્‍વસ્‍થતા ઉત્તમ રીતે પ્રાપ્ત કરી શકાય છે આથી યોગ ફોર હ્યુમેનિટી સુત્રની સાર્થકતા વધારવા માટે જુનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં તેમજ જુનાગઢ શહેરમાં તા.૧૪ થી ૨૧ સુધી યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું જેમા અલગ અલગ સ્‍થળે કુલ ૨૧૭૭૬ લાભાર્થી યોગ સપ્તાહ ઉજવણીનો ઉત્‍સાહભેર લાભ લીધેલ હતો .

નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જુનાગઢના માર્ગદર્શન મુજબ અને જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ની સૂચના મુજબ, આયુષ હેલ્‍થ એન્‍ડ વેલસેન્‍ટર દ્વારા યોગ સપ્તાહમાં આયુષ માર્ગદર્શન મુજબ યોગ કરવાની સાથે સ્‍વાસ્‍થયમાં યોગ અને પ્રાણાયામનું કેટલુ મહત્‍વ, યોગ અને પ્રાણાયામ દ્વારા આપણે તેનો ઉત્તમ ઉપયોગ કરી શરીર અને મનને નીરોગી રાખી શકિએ છીએ. આપણા શરીરમાં શ્વસનતંત્ર, ડાયાબીટીશ, પેટના રોટ, સાંધાના રોગ વગેરેમાં પણ યોગ દ્વારા ઉત્તમ પરીણામ મળે છે. આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ બાબતનું માર્ગદર્શન તમામ તાલુકા પર સ્‍થિત આયુષ વિભાગના મેડિકલ ઓફિસરો દ્વારા આપવામાં આવ્‍યુ હતુ આમ અલગ અલગ રોગ પરત્‍વે યોગ તથા તેના ફાયદા પ્રેકટીકલી તેમજ મૌખિક રીતે જણાવવામાં આવેલ હતા તથા યોગ પોસ્‍ટર દ્વારા યોગ વિશે મહત્તમ જાણકારી  પ્રાપ્ત થાય તે માટે પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ હતું

(11:31 am IST)