Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જસદણના વ્‍હોરા સમાજ દ્વારા વિધાર્થીઓને સ્‍કોલરશીપ

 જસદણ :  હેલ્‍પર હેન્‍ડ એનજીઓ રાજકોટ દ્વારા દાઉદી વ્‍હોરા સમાજના વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે સ્‍કોલરશીપ અપાશે. આ અંગે દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણી હોઝેફાભાઈ શાકીરે જણાવ્‍યું હતું કે દાતાઓના દાન થકી રાજકોટમાં રહેતા ધો.૧૦થી વધું અભ્‍યાસ કરતાં ૮૦ ટકા સુધી ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓને હેલ્‍પર હેન્‍ડ એનજીઓ દ્વારા  સ્‍કોલરશીપના ફોર્મનું વિતરણ રાજકોટમાં  રાજ સાયકલ સ્‍ટોર્સ ઢેબર રોડ વનવે,  બદરી પ્રોવિઝન સ્‍ટોર્સ કળષ્‍ણનગર મેઈન રોડ, રાજ જનરલ સ્‍ટોર્સ એકજાન સોસાયટી, એશિયન પાઈપ ડેપો પારેવડી ચોક પાસેથી કરાયું હતું.(તસ્‍વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:26 am IST)