Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનઃ વધતી મોંઘવારી સામે રોષ

ઉના તા.ર૮ : વધતી જતી મોંઘવારી સામે રોષ સાથે ઉના-ગીરગઢડા  તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરીને પ્રાંત અધિકારી હસ્‍તક મુખ્‍યમંત્રીને આવેદનપત્ર મોકલી આપેલ છે. ઉપવાસ આંદોલનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હીરપરા ધારાસભ્‍ય પુંજાભાઇ વંશ સહિત આગેવાનો જોડાયેલ છે.

મુખ્‍યમંત્રીને રજુઆતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે ઉના શહેર, ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકારની અને કેન્‍દ્ર સરકારની માનવસર્જિત ભયંકર મોંઘવારીની સામે ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરેલ છે તથા રાજયના અનેક બેરોજગાર યુવાનોની ક્રુર મશ્‍કરી સમાન અગિ્નવિર યોજનાનો વિરોધ કરીને ઉનાના યુવાનોને રોજગારી આપવા માટેની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરેલ છે.

ઉના ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ધારીત કાર્યક્રમ અંતર્ગત ઉના અને રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની ખરાબ અને ગંભીર પરિસ્‍થિતિ બાબતે ભયંકર મોંઘવારીમાં પીસાતી પ્રજાનો અવાજ ઉઠાવવા અને બેરોજગાર યુવાનો સાથે ક્રુર મજાક સાથે અગિ્નપથ યોજનાનો સાચો વિરોધ કરવા પ્રતિકાત્‍મક ઉપવાસ આંદોલનનું કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું છે.

રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સંપૂર્ણ ભાંગી ગઇ છે. દર સાત કલાકે કોઇ બહેન કે દિકરી સાથે શારીરીક શોષણના અને દુષ્‍કર્મના બનાવો બનતા જાય છ. કાયદો વ્‍યવસ્‍થા ફેઇલ ગયો છે. રાજયમાં અનેક જગ્‍યાએ રોજબરોજ થતી માફીયાગીરીનો ભોગ ગરીબ અને મધ્‍યમ વર્ગના માણસો જ નહી પરંતુ સુખી સંપન્‍ન માણસો પણ બને છે. તેમની પાસેથી ખંડણી ઉઘરાવનાર તત્‍વો ખુલ્લેઆમ અને બેફામ બન્‍યા છે. દારૂબંધીના ગુજરાતમાં દેશમાં વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે. ગુજરાત રાજય આખા દેશનું ડ્રગ્‍સ માટેનું સ્‍વર્ગ બન્‍યુ છે. કરોડો અબજો રૂપિયાના હેરોઇન ગાંજા, ચરસ, પકડાય તો છે, પરંતુ ખરબો રૂપિયાના નશીલા પદાર્થો રાજયના યુવાનોના હાથમાં પડીકી રૂપે અપાય છે. તેમ આવેદનમાં જણાવેલ છે.

(11:24 am IST)