Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દ્વારકામાં ગૌ હોસ્‍પિટલની સંકલ્‍પના સાથે ૮ જુલાઇથી દિવ્‍યશ્રી ગૌ ગુરૂ ગોવિંદ કથા મહોત્‍સવ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૮: યાત્રાધામ દ્વારકામાં ગાયો માટેની ગૌ હોસ્‍પિટલની સંકલ્‍પના સાથે આગામી તા. ૮ મી જુલાઇથી દિવ્‍યશ્રી ગૌ ગુરૂ ગોવિંદ કથા મહોત્‍સવનું ભવ્‍ય આયોજન સમસ્‍ત દેવભૂમિ દ્વારકાના ગૌભકત ભાઇબહેનો દ્વારા કરવામાં આવ્‍યુ છે. ૩૧ વર્ષીય ગૌ પયાસ્‍વરણ તેમજ અધ્‍યાત્‍મ ચેતના પદયાત્રાના પ્રણેતા ગૌભૈરવ ઉપાસક સંતશ્રીના દ્વારકાની પાવન ધરા પર આગમનના ઉપલક્ષ્યમાં સર્વ આનંદકારક, સર્વ સુખદાયક, સર્વ રોગ નિવારક, સર્વ દુઃખનારક મહોત્‍સવનું આયોજના કરાયુ છે.
જીવનમાં કઠોર અનેક સંકલ્‍પો ધારણ-અંગિકાર કરી દિવ્‍યતા ધારણ કરેલ સંતશ્રી દ્વારા આગમી તા. ૭ જુલાઇના ગુરૂવાર અષાઢ સુદ આઠમના સાંજે ૫:૧૫ કલાકે શ્રી દ્વારકાધીશ મંદિરની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે જે સ્‍વામિનારાયણ મંદિર પાછળના નગરપાલીકા ગ્રાઉન્‍ડમાં કથા સ્‍થળે પહોંચશે. કથા પ્રારંભ તા. ૮ને શુક્રવારથી થશે જ્‍યારે કથા વિરામ તા. ૧૪ મીએ થશે. કથાનો સમય સવારે ૧૦ થી બપોરે ૧ સુધીનો રહેશે. જેનું લાઇવ પ્રસારણ સંસ્‍કાર તેમજ ધનુષ ચેનલો પર પણ કરવામાં આવનાર છે. કથા દરમ્‍યાન તા. ૧૩મીએ અષાઢ સુદ પુર્ણિમાના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ પણ યોજાશે. દરરોજ કથા વિરામ બાદ ઉપસ્‍થિત ભાવિકો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયું છે. કથા અંગે વધુ માહિતી માટે રામજીભાઇ મજીઠીયા (મો. ૯૩૭૭૫ ૮૮૦૧૧), પારસભાઇ રાયઠઠ્ઠા (મો. ૮૮૪૯૬ ૩૯૪૬) જેન્‍તીભાઇ એલ.આર. (મો. ૯૯૨૪૪ ૨૪૪૯૯), ધવલભાઇ દાવડા (મો. ૯૯૭૪૨ ૫૫૨૬૨) અશોકભાઇ રાજાણી (મો. ૯૪૨૬૪ ૯૨૯૯૭) અથવા રવિભાઇ બારાઇ (મો. ૭૨૮૪૯ ૧૨૩૪૫)નો સંપર્ક સાધી શકાશે.
આ પ્રકારની કથા વિશ્વભરમાં સૌપ્રથમ વખત થઇ રહી છે જેમાં શ્રોતાગણને કયારેય ન સાંભળી હોય તેવી વાતો સાંભળવાનો લહાવો મળશે. કથામાં માનવ જન્‍મથી મૃત્‍યુ સુધીની તમામ સમસ્‍યાઓનું સમાધાન મળશે જેમાં નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ ઉપાય, ગર્ભસ્‍થ શિશુના ઉત્તમ સંસ્‍કાર, નોર્મલ ડીલેવરી કઇ રીતે થાય, ઉભણા વિદ્યાર્થીઓની સ્‍મરણ, શકિત કઇ રીતે વધે, ગૌરી વ્રત, ગૌ પરિક્રમા, વ્‍યાપારિક સમસ્‍યાઓ, અસાધ્‍ય બિમારીઓ, કળયુગમાં ગુરૂનું મહત્‍વ, ગુરૂકૃપા, ગોવિંદ પ્રાપ્તિ, દોષ નિવારણ, વ્‍યસનમુકિત, મોબાઇલ અતિરેક ડિપ્રેશન, સારા સંસ્‍કારના સિંચન જેવા વિષયો પર ઉપયોગી માહિતી શ્રોતાગણને આપવામાં આવનાર છે

 

(11:01 am IST)