Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કેશોદના બામણાસા ગામે બંધ મકાનમાંથી રૂા. ૧.૩૦ લાખની ચોરી

તસ્‍કરો ડોક્‍યુમેન્‍ટ પણ ચોરી ગયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮ : કેશોદના બામણાસા ગામે તસ્‍કરો બંધ મકાનમાંથી રૂા. ૧.૩૦ રોકડ અને ડોક્‍યુમેન્‍ટ ચોરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

કેશોદ તાલુકાના બામણાસા ગામે મુળીપાસાનાં રસ્‍તે રહેતા કરશનભાઇ વેજાણંદભાઇ કરંગીયાનું મકાન તા. ૯ જૂનથી તા. ૧૧ જૂન દરમ્‍યાન બંધ હતું.

ત્‍યારે તસ્‍કરો ઘરમાં મહેમાન થયા હતા. આજે રૂા. ૧.૩૦ લાખની રોકડ તેમજ ડોક્‍યુમેન્‍ટ રાખેલ ડબ્‍બો ચોરીને નાસી ગયા હતા.

આ અંગે સોમવારે કરશનભાઇએ ફરિયાદ કરતા કેશોદના પી.એસ.આઇ એસ.એન.સોનારાએ તપાસ હાથ ધરી છે.

(10:18 am IST)