Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનનું લોકાર્પણ-વૃક્ષારોપણ

કોટડાસાંગાણી : અહીં નવીનીકરણ થયેલ પોલિસ સ્‍ટેશનનું લોકાપર્ણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠિયા, એસ.વી.રાજકોટ રૂરલ જયપાલસિંહ રાઠોડ, લોઠડા ઇન્‍સ્‍ટ્રીઝ ઝોનના પ્રમુખ જયંતિભાઇ સરધારા, જિલ્લા પંચાયતના સદસ્‍ય ધર્મેન્‍દ્ર ટીલાળા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, જિલ્લા ભાજપ મહામંત્રી વિનુભાઇ ઠુંમર, પી.એસ.આઇ કનારા તથા પોલીસ સ્‍ટાફ અને આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : બશીર બાંગા -કોટડાસાંગાણી)

(10:13 am IST)