Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા અગ્નિવીરોની ભરતીના વિરોધમાં ઉપલેટા મામલતદારને આવેદન

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૨૮ : તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા અગ્નિવીરોની ભારતીય લશ્‍કરમાં ભરતી કરવા માટે ની જાહેરાત કરાયા બાદ આ ભરતી સામે દેશભરના યુવાનોને ફાટી નીકળ્‍યો છે અને ઠેરઠેર તોફાનો થયા છે.

ત્‍યારે અગ્નિવીરોની ભરતીપ્રક્રિયામાં યુવાનોનું આર્થિક શોષણ થતું હોવાનું અને ચાર વર્ષ નોકરી બાદ યુવાનો ક્‍યાંય ન રહેતા હોવાની લાગણી સાથે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્‍ણકાંત ચોટાઈ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપતભાઇ કન્‍યા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ આજે ઉપલેટા મામલતદારને આવેદન આપી અગ્નિવીર મળતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરવાની માગણી કરેલ છે.

તેઓએ આવેદનપત્રમાં જણાવેલું છે કે અગ્નિવીરોની ભરતી થયા બાદ ચાર વર્ષે નિવૃત્ત થયા બાદ તેમને જે લાભો મળવા જોઇએ તેટલા લાભો મળતા નથી ભારતીય લશ્‍કરના જવાનોને જે લાભો મળે છે એ જ લાભો અગ્નિવીરોની માંથી નિવૃત્ત થયા બાદ મળે તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવેલ છે.

આજે આવેદનપત્ર આપતી વખતે તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર લખમણભાઇ ભોપાળા તાલુકા પંચાયતના સદસ્‍ય ભરતભાઈ સુવાજિલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય સોમભાઈસહિત અનેક આગેવાનો જોડાયા હતા.

(9:48 am IST)